ટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસ નેતા કુલબીર સિંહ ઝીરા પંજાબની રોપર જેલમાંથી મુક્ત થયા

Text To Speech
  • ધરપકડના પાંચ દિવસ બાદ કુલબીર સિંહ મુક્ત કરાયા
  • સરકારી કામમાં અવરોધ ઉભો કરવાના આરોપ લાગ્યો હતો
  • જેમાં કુલબીર સિંહ સહિત 80 લોકો સામે કેસ નોંધ્યો હતો

રોપર: પંજાબમાં સરકારી કામમાં અવરોધ ઊભો કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા પૂર્વ ધારાસભ્ય કુલબીર સિંહ ઝીરાને રોપર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.  કોર્ટે ઝીરા વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુલબીર સિંહ ઝીરાને રાહત આપી અને તેમને જામીન આપ્યા. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઝીરાને રોપર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ પૂર્વ ધારાસભ્યએ ભગવાનનો આભાર માન્યો હતો. નોંધનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્યની પાંચ દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી.

સરકારી દસ્તાવેજો સાથે છેડછાડનો આરોપ

એસડીએમ ગગનદીપ સિંહના કોર્ટના હસ્તક્ષેપ બાદ રોપર સેન્ટ્રલ જેલના અધિકારીઓને કુલબીરને મુક્ત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેઓએ સરપંચોની માંગણીઓને લઈને બીડીપીઓ ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક BDPOએ આરોપ લગાવ્યો હતો કે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા કુલબીર સિંહ ઝીરા તેમના સહયોગીઓ સાથે તેમની ઓફિસમાં ઘૂસ્યા હતા. એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમણે અને તેમના સાથીઓએ મળીને સરકારી દસ્તાવેજો સાથે છેડછાડ કરી હતી.

આ આક્ષેપો બાદ પોલીસે કુલબીર સિંહ ઝીરા સહિત 80 લોકો સામે કેસ નોંધ્યો હતો. આ પછી 17 ઑક્ટોબરે પોલીસે ઝીરાની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. રોપર જેલમાંથી મુક્તિ મળ્યા બાદ કુલબીર ઝીરાએ કહ્યું કે સરકારે તેમની ધરપકડ કરાવવા તમામ પ્રયત્નો કર્યા અંતે સત્યનો વિજય થયો. કોર્ટે મને ન્યાય આપીને મુક્ત કર્યો છે. ઝીરાએ કહ્યું કે સરકાર હંમેશા વિરોધ પક્ષને દબાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેઓ હંમેશા સત્ય માટે અવાજ ઉઠાવશેે.

આ પણ વાંચો:  પંજાબ કોંગ્રેસના પૂર્વ MLA કુલબીર ઝીરાની વહેલી સવારે ધરપકડ

Back to top button