કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

વિકાસલક્ષી યોજનાઓના પ્રચારાર્થે પટકથા માટે લેખકોને નિમંત્રણ

Text To Speech
  • જો તમને ‘ભવાઈ’ કે ‘નૃત્ય-નાટિકા’ માટે સ્ક્રિપ્ટ (SCRIPT) લખવામાં રશ છે, તો આ સમાચાર તમારા માટે જ છે. વિકાસલક્ષી યોજનાઓના પ્રચાર પ્રસાર માટે ‘ભવાઈ’ અને ‘નૃત્ય નાટિકા’ સાથે સંકળાયેલ સંલગ્ન કલાકારોએ પટકથા મોકલી આપવા મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબી: ગુજરાતમાં ભવાઈ, નૃત્ય-નાટિકા, કથા-કીર્તન, ડાયરાઓ, કઠપુતળીના વેશો સહિતના પરંપરાગત અને લોકમાધ્યમોની સમૃદ્ધ પરંપરા રહી છે. આ માધ્યમોની અસરકારકતા હજુ પણ ગ્રામીણ ક્ષેત્રોમાં વધારે છે, આગામી બે-ત્રણ માસ દરમિયાન ખાસ કરીને “ભવાઈ” અને “નૃત્ય નાટિકા”ના માધ્યમથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, ઉજ્જ્વલા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવા વિષયોને આવરી લઈને આ કલાનું મંચન થાય તો છેવાડાના લોકો સુધી લોકબોલીમાં વિકાસલક્ષી યોજનાઓના સંદેશાઓ અસરકારક ઢબે પહોંચાડી શકાય તેમ હોવાથી ‘ભવાઈ’ અને ‘નૃત્ય નાટિકા’ સાથે સંકળાયેલ સંલગ્ન કલાકારોએ પટકથા મોકલી આપવા મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, રસ ધરાવતા લોકો મોરબી જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશનો સંપર્ક પણ કરી શકે છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને ‘ભવાઈ’ અને ‘નૃત્ય નાટિકા’ નું મોરબી જિલ્લાના ગ્રામીણ સ્તરે અમલીકરણ થાય તે માટે બન્ને માધ્યમો સાથે સંલગ્ન ક્લા જૂથો પાસેથી ઉકત ચાર વિષયોની ૨૫-૩૦ મિનિટના સમયગાળાની ભવાઈ અને નૃત્ય નાટિકા માટેની પટકથા (SCRIPT) તૈયાર કરાવવાની રહેશે. આ બંને માધ્યમો માટેની પટકથા ૭ દિવસમાં તૈયાર કરી જિલ્લા માહિતી કચેરી બ્લોક નં.૨૨૫-૨૨૮ જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી ખાતે મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ મો. ૮૭૫૮૩૧૧૬૭૩, ૯૮૨૪૮૨૬૩૬૩ પર સંપર્ક કરવાનો રહેશે.

આ પણ વાંચો: મોરબી: 27મીએ ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

Back to top button