આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગવર્લ્ડ

બાંગ્લાદેશમાં બે ટ્રેન વચ્ચે અથડામણ થતા 15નાં મૃત્યુ, 100 ઘાયલ

Text To Speech
  • પેસેન્જર ટ્રેન એક માલગાડી સાથે અથડાતા અકસ્માત થયો
  • હજુ પણ કેટલાક લોકો ટ્રેનની નીચે ફસાયેલી હાલતમાં 
  • મૃત્યુઆંકમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતા

બાંગ્લાદેશ: કિશોરગંજમાં ટ્રેન અથડામણમાં 15 લોકો મૃત્યુ પામ્યાં છે અને 100થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. રાજધાની ઢાકાથી લગભગ 80 કિલોમીટર દૂર ભૈરબ ખાતે પેસેન્જર ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થવાની સંભાવના છે. હજુ પણ કેટલાક લોકો ટ્રેનની નીચે ફસાયેલા હોવાનું કહેવાય છે. આ લોકો ક્ષતિગ્રસ્ત કોચની નીચે દટાયેલા છે. જો કે ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

સ્થાનિક પોલીસ અધિકારી સિરાજુલ ઈસ્લામે જણાવ્યું હતું કે બચાવ કામગીરી ચાલુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. કારણ કે કેટલાક ઘાયલોની હાલત નાજુક કહેવામાં આવી રહી છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળે હાજર લોકો પણ ક્ષતિગ્રસ્ત બોગી નીચે દટાયેલા ઘાયલોને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે.

ભૈરબ રેલ્વે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ (OC) મોહમ્મદ અલીમ હુસૈન શિકદારે જણાવ્યું હતું કે ઢાકા જતી પેસેન્જર ટ્રેન ‘એગારોસિન્દુર એક્સપ્રેસ ટ્વીલાઈટ’ અને કિશોરગંજ જતી ગુડ્સ ટ્રેન વચ્ચે સોમવારે બપોરે લગભગ 3:30 વાગ્યે ભૈરબ રેલવેસ્ટેશનની હદમાં અકસ્માત થયો હતો.

આ પણ વાંચો: ગ્રીસમાં મોટી દુર્ઘટના : ટ્રેન અને માલગાડી વચ્ચે ભયાનક અથડામણ, 26 લોકોના મોત, અનેક ઘાયલ

Back to top button