Kaali ફિલ્મના પોસ્ટરથી વિવાદ, ગુસ્સે થયેલા ફિલ્મ મેકરે કહી આ વાત !
ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈની અપકમિંગ ડોક્યુમેન્ટરી ફિલ્મ Kaaliના પોસ્ટરે એક નવા વિવાદને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. આ દરમિયાન હવે એક પ્રખ્યાત ફિલ્મમેકરે Kaali ફિલ્મના આ વિવાદાસ્પદ પોસ્ટર સામે વાંધો ઉઠાવીને પોતાનો મત વ્યક્ત કર્યો છે. અપકમિંગ ફિલ્મ Kaali ફિલ્મના પોસ્ટરમાં કાળી માતાનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ સિગારેટ પીતી બતાવવામાં આવી છે.
Super thrilled to share the launch of my recent film – today at @AgaKhanMuseum as part of its “Rhythms of Canada”
Link: https://t.co/RAQimMt7LnI made this performance doc as a cohort of https://t.co/D5ywx1Y7Wu@YorkuAMPD @TorontoMet @YorkUFGS
Feeling pumped with my CREW❤️ pic.twitter.com/L8LDDnctC9
— Leena Manimekalai (@LeenaManimekali) July 2, 2022
પોસ્ટર પર અશોક પંડિત ગુસ્સે થયા
લીના મણિમેકલાઈની શોર્ટ ફિલ્મ Kaaliનું પોસ્ટર રિલીઝ થતાં જ તેની સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર અશોક પંડિતે ગુસ્સો વ્યક્ત કર્યો છે. અશોક પંડિતે હાલમાં જ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને લખ્યું છે કે હવે સુપ્રીમ કોર્ટે કોના વતી નૂપુર શર્માને તાજેતરમાં ઉદયપુર હિંસામાં માર્યા ગયેલા કન્હૈયા લાલની હત્યા માટે દોષી ઠેરવવામાં આવી છે. આવી સ્થિતિમાં હિંદુ દેવી કાલી માનું અપમાન કરનાર ફિલ્મ નિર્માતા સામે કોઈ પ્રતિક્રિયા નહીં લેવામાં આવે તો શું તેને હવે જેલમાં નહીં મોકલવામાં આવશે?
Will the Supreme Court which blamed #NupurSharma for the killing of #kanahiyalal now take up this case of a filmmaker who has abused #HinduGoddess (Maa Kaali) and put her behind bars.
Will the begums of #UrbanNaxal gang & #Lutyensmedia condemn this. #ArrestLeenaManimekalai . pic.twitter.com/yo7r2otD8y— Ashoke Pandit (@ashokepandit) July 4, 2022
પોસ્ટર અંગે લોકોની પ્રતિક્રિયા
અશોક પંડિતના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા આવવા લાગી છે. જે અંતર્ગત એક ટ્વીટર યુઝરે લખ્યું છે કે ન્યાયતંત્ર ફક્ત તે જ લોકોની નોંધ લે છે જે રમખાણો અને પથ્થરમારાની ઘટનાઓમાં સામેલ છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે જે કોઈ પણ હિંદુ દેવી-દેવતાઓનું આ રીતે અપમાન કરે છે તેની સામે દરેક જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થવો જોઈએ.