ટ્રેન્ડિંગધર્મનવરાત્રિ 2023

30 વર્ષ બાદ દશેરા પર શુભ સંયોગઃ જાણો વિજયાદશમીના ઉત્તમ મુહૂર્ત

Text To Speech
  • ગ્રહોના શુભ સંયોગના કારણે આ રાશિઓ ધનની બાબતમાં લક્કી સાબિત થશે. પરિવારજનો સાથે સારો સમય વીતાવી શકશે. ઘર-પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. ઓફિસમાં પણ ભરપૂર સપોર્ટ મળશે.

Dussehra 2023: અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મની જીતનો તહેવાર દશેરા 24 ઓક્ટોબરના રોજ ખૂબ જ ધામધૂમથી સમગ્ર શહેરમાં ઉજવવામાં આવશે. આ વર્ષે દશેરાના દિવસે ગ્રહોનો અત્યંત શુભ સંયોગ બની રહ્યો છે. 30 વર્ષ બાદ શશ રાજયોગનું નિર્માણ દશેરાના દિવસે થઇ રહ્યું છે. સૂર્ય અને બુધની યુતિથી તુલા રાશિમાં બુધાદિત્ય યોગ પણ બની રહ્યો છે. ગ્રહોના શુભ સંયોગથી કેટલીક રાશિઓનો ભાગ્યોદય થઇ શકે છે. દશેરાના દિવસે તુલા રાશિ, વૃષભ રાશિ, કર્ક રાશિ લક્કી રહેવાની છે. ગ્રહોના શુભ સંયોગના કારણે આ રાશિઓ ધનની બાબતમાં લક્કી સાબિત થશે. પરિવારજનો સાથે સારો સમય વીતાવી શકશે. ઘર-પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. ઓફિસમાં પણ ભરપૂર સપોર્ટ મળશે.

દશેરાને વિજયાદશમી પણ કહેવાય છે કેમ કે આ તહેવાર અસત્ય પર સત્યનો વિજય છે. શારદીય નવરાત્રિનો અંતિમ દિવસ દશેરાના રૂપમાં ઉજવવામાં આવે છે. વિજયાદશમીના દિવસે રાવણનો ભગવાન શ્રીરામના હાથે સંહાર કરાયો હતો. તેથી વિજયાદશમીને વિજય દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.

30 વર્ષ બાદ દશેરા પર શુભ સંયોગઃ જાણો વિજયાદશમીના ઉત્તમ મુહૂર્ત hum dekhenge news

 

 

વિજયાદશમીની તિથિ ક્યાં સુધી છે?

વિજયા દશમી 23 ઓક્ટોબરની સાંજે 5.44 વાગ્યાથી પ્રારંભ થઇને 24 ઓક્ટોબરે બપોરે 3.14 વાગ્યા સુધી છે.

દશેરાની પૂજન વિધિ

દશેરાની પૂજા હંમેશા અભિજીત, વિજયી અને અપરાહ્ન કાળમાં કરવામાં આવે છે. પોતાના ઘરના ઇશાન ખૂણામાં દશેરાની પૂજા કરો. પૂજા સ્થળને ગંગા જળથી પવિત્ર કરો. કમળની પાંદડીઓથી અષ્ટદળ બનાવો, ત્યારબાદ સુખ-સમૃદ્ધિની કામના કરો. હવે ભગવાન રામ અને હનુમાનજીની પૂજા કરો. અંતમાં માતાની આરતી કરી ભોગ અને પ્રસાદનું વિતરણ કરો

દશેરાના દિવસે આ ઉપાય કિસ્મત ચમકાવશે

વિજયાદશમીના દિવસે નીલકંઠ પક્ષીના દર્શન કરવાથી આખુ વર્ષ મા લક્ષ્મીની કૃપા રહે છે. એવું કહેવાય છે કે દશેરાના દિવસે શમીના છોડની પૂજા કરો. સરસવના તેલનો દીવો કરો અને સાથે તેની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

આ પણ વાંચોઃ સાઇબર રાવણઃ સાઇબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા પોલીસની અનોખી પહેલ

Back to top button