ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીનું 77 વર્ષની વયે નિધન
- ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીના નિધન પર ક્રિકેટ જગતે શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીસીસીઆઈના સચિવ જય શાહ સહિત અનેક દિગ્જોએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીનું નિધન થયું છે. બિશન સિંહ બેદી 77 વર્ષના હતા અને તેઓ ગઈ સદીમાં ટીમ ઈન્ડિયાના મહાન સ્પિનર હતા. બિશન સિંહનો જન્મ 25 સપ્ટેમ્બર 1946ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. બિશન સિંહ બેદીએ 1966માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને તે આગામી 13 વર્ષ માટે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટા મેચ વિનર સાબિત થયા હતા. 1979માં તેમની નિવૃત્તિ પહેલા, બિશન સિંહ બેદીએ 67 ટેસ્ટ મેચ રમી હતી અને 28.71ની શ્રેષ્ઠ એવરેજથી 266 વિકેટ લીધી હતી. આ સમયમાં તેઓ ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતા.
The BCCI mourns the sad demise of former India Test Captain and legendary spinner, Bishan Singh Bedi.
Our thoughts and prayers are with his family and fans in these tough times.
May his soul rest in peace 🙏 pic.twitter.com/oYdJU0cBCV
— BCCI (@BCCI) October 23, 2023
બોલિંગ ઉપરાંત બિશન સિંહ બેદીમાં નેતૃત્વની ક્ષમતા પણ હતી. બિશન સિંહ બેદીને 1976માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા અને તેમણે 1978 સુધી ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. બિશન સિંહ બેદીને એવા કેપ્ટન તરીકે ઓળખવામાં આવે છે કે જેમણે ટીમમાં લડાઈની ક્ષમતા ઉભી કરી અને શિસ્તના સંદર્ભમાં નવા માપદંડો સ્થાપિત કર્યા હતા. કેપ્ટન તરીકે બેદીએ એક નવી વાર્તા પણ લખી. કેપ્ટન તરીકે, બિશન સિંહ બેદીએ 1976માં તેની જ ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં તે સમયની સૌથી મજબૂત ટીમ વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું.
ક્રિકેટને અલવિદા કહ્યા પછી પણ બિશન સિંહ બેદી આ રમત સાથેનો જોડાયેલા જ રહ્યા હતા. બિશન સિંહ બેદીએ લાંબા સમય સુધી આ રમત સાથે પોતાને જોડાયેલા રાખ્યા. બેદીએ કોમેન્ટેટર તરીકે પણ ક્રિકેટ જગતમાં પોતાની ઓળખ બનાવી હતી. કોચ તરીકે પણ બિશન સિંહ બેદી લાંબા સમય સુધી ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા હતા. એટલું જ નહીં, સ્પિન વિભાગમાં ભારતને મજબૂત રાખવા માટે, બિશન સિંહ બેદીએ નવા ખેલાડીઓને તાલીમ આપી અને ભારતીય ક્રિકેટમાં છેલ્લી ઘડી સુધી મહત્વપૂર્ણ યોગદાન આપતા રહ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીસીસીઆઈના સચિવ જય શાહ, કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષી દળોના નેતાઓએ બિશન સિંહ બેદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
Deeply saddened by the passing of noted cricketer Shri Bishan Singh Bedi Ji. His passion for the sport was unwavering and his exemplary bowling performances led India to numerous memorable victories. He will continue to inspire future generations of cricketers. Condolences to his…
— Narendra Modi (@narendramodi) October 23, 2023
Sad to hear the demise of Shri Bishan Singh Bedi. Indian Cricket has lost an icon today. Bedi Sir defined an era of cricket and he left an indelible mark on the game with his artistry as a spin bowler and his impeccable character. My thoughts and prayers are with his family and…
— Jay Shah (@JayShah) October 23, 2023
આ પણ વાંચો: ન્યુઝીલેન્ડને ધર્મશાળામાં 4 વિકેટે આપી માત : ભારતે લીધો 2019નો બદલો