ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મોંઘીદાટ કારના કાચ તોડી ચોરો 13 લાખ ઉપાડી ગયા, જૂઓ વીડિયો

Text To Speech
  • CCTVમાં દેખાઈ રહ્યા પ્રમાણે ચોરીની આ ઘટના BMW X5 મોડલમાં બની હતી. કારની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ છે, જ્યારે ચોરો કારની અંદરથી અંદાજે 13 લાખ રૂપિયા લઈ ગયા છે. પોલીસ તપાસ કરી રહી છે.

બેંગલુરુમાં રોડ પર પાર્ક કરેલી BMW કારમાંથી ચોરી CCTVમાં કેદ થઈ છે, ચોરોએ પલ વારમાં મોંઘીદાટ BMW કારના કાચ તોડી રુપિયા 13 લાખની ચોરી કરી છે. જે બાદ તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક પોલીસનું કહેવું છે કે કેસ નોંધવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક કાર રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી જોવા મળી રહી છે. અચાનક બાઇક પર સવાર બે યુવકો ત્યાં આવે છે. એક યુવક બાઇક પરથી નીચે ઉતરીને કારની આસપાસ જાય છે. આ પછી તે ડ્રાઈવરની બાજુની બારી તોડી અંદર પ્રવેશે છે અને કારની અંદર રાખેલી બેગ લઈને બહાર આવે છે.

આ સીસીટીવી ફૂટેજમાં તમે જોશો કે તે બેગ લઈને કારમાંથી બહાર આવે છે. ત્યારે આસપાસ જોયા પછી તે તેના સાથી સાથે બાઇક પર ત્યાંથી બેગ લઈને ભાગી જાય છે. જ્યારે આ ઘટના બની ત્યારે ઘણા લોકો કારથી થોડાક મીટર દૂર ઉભા હતા, પરંતુ કોઈને તેની ખબર પણ ના પડી.

ખાસ સાધન વડે કારનો કાચ તોડ્યો

પોલીસે જણાવ્યું કે જે કારમાં ચોરી થઈ છે તે BMW X5 છે. તેની કિંમત એક કરોડ રૂપિયાથી વધુ છે. CCTV ફૂટેજમાં બંને છોકરાઓ ઓળખ ટાળવા માટે તેમના ચહેરા પર માસ્ક પહેરેલા જોવા મળે છે. કાચ તોડવા માટે ચોરે ખાસ સાધનનો ઉપયોગ કર્યો છે. કાચ તોડીને તે બારીમાંથી કારમાં પ્રવેશે છે. આ દરમિયાન બાઇક પર બેઠેલો તેનો અન્ય સાથી અહીં-ત્યાંના લોકો પર નજર રાખે છે, જેથી જો કોઇ આવે તો તરત જ તેની જાણ કરી શકે અને સમયસર બંને ત્યાંથી ચોરી કરીને ભાગી જાય છે.

આ પણ વાંચો: નકલી વિઝા વાયા દુબઈ કૌભાંડનો પર્દાફાશ, સાત ઝડપાયા

Back to top button