ટ્રેન્ડિંગમનોરંજન

‘ટાઈગર 3’નું પહેલું સોન્ગ ‘લેકે પ્રભુ કા નામ’ રિલીઝ, અરિજિત સિંહે આપ્યો અવાજ

Text To Speech

સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ‘ટાઈગર 3’ વર્ષ 2023ની સૌથી મોટી ફિલ્મોમાંથી એક છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું જેને ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને હવે લોકો આ ફિલ્મનું એક નવું ગીત ‘લેકે પ્રભુ કા નામ’ પણ રિલીઝ કરવામાં આવ્યું છે.

‘ટાઈગર 3’નું પહેલું ગીત ‘લેકે પ્રભુ કા નામ’ રિલીઝ

યશ રાજ ફિલ્મ્સે તેની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’નું પહેલું ગીત ‘લેકે પ્રભુ કા નામ’ રિલીઝ કર્યું છે. આ ગીત ‘એક થા ટાઈગર’ના ‘માશાલ્લાહ’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ના ‘સ્વેગ સે સ્વાગત’ જેવા ડાન્સ નંબર્સમાં વધુ એક ઉમેરો છે. ‘ટાઈગર 3’નો પહેલો મ્યુઝિક વિડિયો તુર્કીના કેપાડોસિયામાં શૂટ કરવામાં આવ્યો છે. ગીતમાં સલમાન ખાન (ટાઈગર) અને કેટરિના કૈફ (ઝોયા) જબરદસ્ત કેમેસ્ટ્રી સાથે ડાન્સ મૂવ્સ બતાવતા જોવા મળે છે. ગીતનું મ્યુઝિક ખૂબ જ પાવરફુલ છે અને તે એક પાર્ટી નંબર હશે.

‘લેકે પ્રભુ કા નામ’ અરિજીત સિંહે ગાયું

સલમાને કહ્યું હતું કે ‘ટાઈગર 3’ નું ‘લેકે પ્રભુ કા નામ’ તેના ફેવરિટ ડાન્સ ટ્રેક્સમાંનું એક છે અને તેને આશા છે કે લોકોને આ ચાર્ટબસ્ટરમાં તેને અને કેટરિના કૈફને જોવું ગમશે. રસપ્રદ વાત એ છે કે આ ગીતમાં અરિજીત સિંહે પોતાનો અવાજ આપ્યો છે. 9 વર્ષના ઝઘડાને સમાપ્ત કર્યા પછી, સલમાનની આ પહેલી ફિલ્મ છે જેનું સોન્ગ અરિજીતે ગાયુ છે.

‘ટાઈગર 3’ ક્યારે રિલીઝ થશે?

‘ટાઈગર 3’ વિશે વાત કરીએ તો, તે YRF સ્પાય યુનિવર્સની ફિલ્મ છે અને તે ટાઈગર ફ્રેન્ચાઈઝીનો ત્રીજો પાર્ટ છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના કૈફ ફરી એકવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ઈમરાન હાશ્મી વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 12 નવેમ્બરે સિનેમાઘરોમાં આવશે.

Back to top button