ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

PAK vs AFG: પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

WORLD CUP 2023: વર્લ્ડ કપ 2023 ની 22મી મેચ આજે સોમવારે (23 ઓક્ટોબર) પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સામે ટક્કરાશે. આ મેચ ચેન્નાઈના ચેપોકના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં પાકિસ્તાને ટોસ જીત્યો છે, અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન મેચના ખેલાડીઓ:

પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન: અબ્દુલ્લા શફીક, ઈમામ-ઉલ હક, બાબર આઝમ (C), મોહમ્મદ રિઝવાન (W), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ઉસામા મીર, શાહીન આફ્રિદી, હસન અલી, હરિસ રઉફ

અફઘાનિસ્તાનની પ્લેઇંગ ઇલેવન: રહેમાનુલ્લા ગુરબાઝ, ઇબ્રાહિમ ઝદરાન, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (C), અઝમતુલ્લા ઓમરઝાઇ, ઇકરામ અલીખિલ (W), મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ હક, નૂર અહમદ

અફઘાનિસ્તાન ટીમને પાકિસ્તાન ટીમ ભારે પડી શકે: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 7 વનડે મેચ રમાઈ છે. પાકિસ્તાને આ તમામ મેચ જીતી છે. ઘણી વખત એવું બન્યું છે જ્યારે અફઘાનિસ્તાનની ટીમ જીતતી વખતે હારી ગઈ હોય.

બન્ને ટીમ WORLD CUP 2023માં અત્યાર સુધી ચાર-ચાર મેચ રમી: આ મેચ પહેલા પાકિસ્તાને ચાર મેચ રમી છે અને બેમાં જીત મેળવી છે. તો બેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે અફઘાનિસ્તા પણ ચાર મેચ રમી છે. ચારમાંથી માત્ર એક જ મેચ અફઘાનિસ્તાને જીતી છે.

પીચ કોને ફાયદો કરાવશે ?

આજની મેચ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચેન્નાઈના ચેપોકના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ પીચની વાત કરીએ તો આ પીચ પર હંમેશા સ્પિનરોનો દબદબો રહ્યો છે. આજની હરીફાઈમાં પણ અહીંના સંજોગોમાં પરિવર્તનને કોઈ અવકાશ નથી. એટલે કે સ્પિનરોને પિચમાંથી સારી મદદ મળી શકે છે.

કઈ ટીમ કયાં નંબર પર, જૂઓ અહીં: 

  • ભારતીય ટીમ અત્યારે ટોપમાં, તેણે તેની 5માંથી 5માં જીત મેળવી છે.

આ પણ વાંચો: ન્યુઝીલેન્ડને ધર્મશાળામાં 4 વિકેટે આપી માત : ભારતે લીધો 2019નો બદલો

Back to top button