ગુજરાત

અમદાવાદની બેંકોમાં બનાવટી નોટો આવી, જાણો કઇ બેંકમાં કેટલા નકલી રૂપિયા પકડાયા

Text To Speech
  • નકલી નોટોની તપાસ એસઓજીને સોંપવામાં આવી
  • જુદી-જુદી બેન્કોમાં 1,523 નકલી-ફાટેલી નોટો જપ્ત
  • પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

અમદાવાદની બેંકોમાં બનાવટી નોટો આવી ગઇ છે. જેમાં શહેરમાં 14 જુદી જુદી બેંકોમાં કુલ 6.70 લાખની નકલી નોટો જમા થઈ છે. બેન્કોમાં બનાવટી ચિલ્ડ્રન બેંન્કની ચલણી નોટો પણ જમા થઇ છે. તેમાં જુદી-જુદી બેન્કોમાં 1,523 નકલી-ફાટેલી નોટો જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: સૌથી મોટા ડ્રગ્સ રેકેટનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ડીઆરઆઇની ટીમે પર્દાફાશ કર્યો 

નકલી નોટોની તપાસ એસઓજીને સોંપવામાં આવી

નકલી નોટોની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે. શહેરના જુદી-જુદી બેન્કોમાં બનાવટી ચિલ્ડ્રન બેંન્કની ચલણી નોટો જમા થઇ હતી. જે નોટો સીલબંધ કવરમાં મૂકવામાં આવી છે, જેમાં નકલી નોટોની તપાસ એસઓજીને સોંપવામાં આવી હતી. ત્યારે તપાસ કરતા જુદી-જુદી બેન્કોમાં અને અલગ-અલગ દરની કુલ 1,523 નકલી નોટો ઝડપાઇ હતી. જેની કિંમત રૂ. 6.70 લાખ રૂપિયા થાય છે. શહેરમાં કુલ 14 બેન્કોમાં નકલી અને ફાટેલી નોટો જમા થઇ હતી. તે તમામ નકલી નોટો સીલબંધ કવરમાં રાખવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદીઓ સાવધાન, રખડતાં શ્વાનના કરડવાના કેસનો આંકડો જાણી ચોંકી જશો 

પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ઉલ્લેખનીય છે કે રૂ. 2 હજારની દરની 88, રૂ. 500ના દરની 827, રૂ. 200ના દરની 216 એમ જુદા-જુદા દરની કુલ 1,523 નકલી તેમજ ફટેલી નોટો અભ્યુદય, સારસ્વત, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, યશ, કાલુપુર જેવી 14 બેન્કોમાં જમા કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા અજાણ્યા શખ્સે અર્થતંત્રને નુકસાન કરવાના હેતુથી નકલી નોટો બનાવી બજારમાં વહેતી કરીને નફો કમાઈ લીધો હતો. આ અંગે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને આ નોટો આપનાર કોણ છે તેની પણ તપાસ શરૂ કરી છે.

Back to top button