ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સિયાચીનમાં દેશના પ્રથમ અગ્નિવીરની વીરગતિ, સેનાએ આપી શ્રદ્ધાંજલિ

Text To Speech
  • સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે આપી જાણકારી
  • અક્ષય લક્ષ્મણ 20 હજાર ફૂટની ઊંચાઈએ તૈનાત હતા
  • સેનાએ શહીદના પરિવાર પ્રત્યે સંવદેવના વ્યક્ત કરી

લદ્દાખના સિયાચીનમાં ગ્લેશિયર પર તહેનાત અગ્નિવીર અક્ષય લક્ષ્મણ દેશની રક્ષા કરતા વીરગતિ પામ્યા છે. અક્ષય લક્ષ્મણ ઑપરેશન દરમિયાન પોતાનો જીવ ગુમાવનાર દેશના પ્રથમ અગ્નિવીર છે. સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે આ અંગે જાણકારી આપી હતી. સેનાએ જણાવ્યું કે ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના તમામ રેન્કના અધિકારીઓ સર્વોચ્ચ ઊંચાઈ પર તહેનાત અગ્નિવીર અક્ષય લક્ષ્મણના બલિદાનને સલામ કરે છે. અમે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ દુઃખની ઘડીમાં સેના તેમના પરિવારની સાથે છે.

અગ્નિવીર અક્ષય લક્ષ્મણ-HDNews

 

જનરલ મનોજ પાંડેએ શ્રદ્ધાંજલિ આપી

આર્મી ચીફ જનરલ મનોજ પાંડે એ અગ્નિવીર અક્ષય લક્ષ્મણને શ્રદ્ધાંજલિ આપી છે. ઉલ્લેખનીય છે કે, કારાકોરમ રેન્જમાં લગભગ 20 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત સિયાચીન ગ્લેશિયરને વિશ્વનું સૌથી ઊંચુ સૈન્ય મથક માનવામાં આવે છે. જ્યાં સૈનિકોને તીવ્ર ઠંડા પવનો સાથે સંઘર્ષ કરવો પડે છે.

અગાઉ સેનાના એક જવાન મૃત્યુ પામ્યા હતા

સેનાના જણાવ્યા અનુસાર અગાઉ જૂનમાં સિયાચીન ગ્લેશિયરમાં આગની દુર્ઘટનામાં આર્મીના એક જવાન મૃત્યુ પામ્યા હતા, જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા હતા. રેજિમેન્ટના મેડિકલ ઓફિસર કેપ્ટન અંશુમાન સિંહનું ગંભીર રીતે દાઝી જવાને કારણે મૃત્યુ થયું હતું. જ્યારે, ધુમાડાને કારણે અન્ય ત્રણ કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને તેઓ ખરાબ રીતે દાઝી ગયા હતા.

આ પણ વાંચો: કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 3 જવાન શહીદ

Back to top button