ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

સુરતઃ એકાઉન્ટ હૅક કરી ધમકી આપનારા બે બદમાશ ઝડપાયા

  • સુરત પોલીસે બે સાયબર ગુનો આચરનાર આરોપીને ઝડપી લીધા
  • સ્નેપચેટનો પાસવર્ડ ચોરી કરી અંગત ફોટો અપલોડ કરવાની ધમકી આપી
  • શાળાના નામે નકલી એકાઉન્ટ બનાવી બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું 

સુરત પોલીસે સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવાની ધમકી આપનારા બે બદમાશોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાંનો એક વરુણ સર્વાનંદ છે, જેણે એક વ્યક્તિના સ્નેપચેટ યુઝરનેમ અને પાસવર્ડની ચોરી કરીને અંગત ફોટો અપલોડ કરવાની ધમકી આપી હતી. બીજા કિસ્સામાં, શાળાના નામે નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને શાળાને બદનામ કરવાની ધમકી આપનાર નૈતિક પટેલને સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યો છે.

સ્નેપચેટ એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કર્યો

એક વ્યક્તિએ સુરત પોલીસમાં તેનું એકાઉન્ટ હેક થયાની ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપીએ ફરિયાદીના સ્નેપચેટ એકાઉન્ટનો પાસવર્ડ ચોરી લીધો હતો અને ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી દ્વારા તેનો અંગત ફોટો મોકલ્યો હતો. વરુણ સર્વાનંદ નામના શખ્સે ફરિયાદીને તેના અંગત ફોટા અપલોડ કરવાની ધમકી આપી હતી. આરોપીએ ધમકાવીને કહ્યું કે, મારી પાસે તારા બીજા ઘણા ફોટા છે, તારે જોઈએ છે? જોકે, ફરિયાદીએ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કાર્યવાહી કરતાં આરોપીને ઝડપી પાડ્યો હતો.

શાળાને બદનામ કરવાનું કારસ્તાન

સુરતમાં એક જ દિવસે સાયબર ક્રાઇમનો બીજો બનાવ સામે આવ્યો હતો. જેમાં આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર એક સ્કૂલના નામે ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. આ ફેક એકાઉન્ટ દ્વારા તેણે શિક્ષકો અને વિદ્યાર્થીઓને મેસેજ કરીને શાળાને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું. જો કે, સ્કૂલ મેનેજમેન્ટને આ વિશે માહિતી મળી અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે તજવીજ હાથ ધરતા નૈતિક પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે. તેમજ આ અંગે વધુ પૂછપરછ ચાલુ છે.

આ પણ વાંચો:  સુરત શહેરમાં પોલીસ અને સરકારી કર્મચારી સાયબર ક્રાઇમના શિકાર બન્યા

Back to top button