કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા મિત્તલ ગોંડલિયા
ભાવનગરની વતની અને ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી મિત્તલ ગોંડલિયા જીવલેણ બીમારી બ્લડ કેન્સરથી ઝઝૂમી રહી છે. તે અમદાવાદ ટ્રાફિક પૂર્વના J ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. થોડાક મહિના અગાઉ તાવની સારવાર કરતાં જાણ થઈ કે તેમને બ્લડ કેન્સર છે. જો કે, મિત્તલ પોતાની બહાદુરીથી હિમંતપૂર્વક આ બીમારીનો સામનો કરી રહી છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી 25 થી 30 લાખનો ખર્ચ ઉઠાવવો સરળ વાત નથી.પરંતુ સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકોએ તેમની મદદ કરી રહ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.
કેન્સરની સારવાર માટે બોર્ન મેરૉવ ટ્રાન્સફર કરાવવા અને આગળની સારવારનો ખર્ચ 25 લાખ રૂપિયા છે. આ જીવલેણ બીમારી સામેની લડાઈ જીતવા માટે તેઓ અને તેમનો પરિવાર સોશિયલ મીડિયા થકી ફૂલ નહીં પણ ફૂલની પાંખડી આપવા વિનંતી કરી રહ્યા છે. તેમના પોલીસ સ્ટાફમાં IPS તરીકે ફરજ બજાવતા સફીન હસન તેમની મદદ માટે આગળ આવ્યા છે. મિત્તલબેનને જે લોકો આવા કપરા સમયમાં મદદ કરી રહ્યાં છે તેમનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, ‘આજે જો હું કદાચ આટલી હિંમત સાથે નવી જિંદગી જીવી રહી છું એમાં મને કોઈએ સૌથી વધુ સહકાર આપ્યો હોય તો મારા પરિવાર અને મારા DCP સાહેબનો ખૂબ જ અગત્યનો ફાળો છે અને હું આ બધા ને પ્રોમિસ કરું છું કે હું એ જ ખાખી વર્ધી પહેરીને થોડા જ દિવસમાં મારી નોકરી એ પરત ફરીશ અને ફરી આ દેશ અને રાજ્યની સેવામાં લાગી અને મને સહકાર આપનાર આપ તમામનું ઋણ પૂરું કરીશ. જય હિન્દ.’
જો કોઈ વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર હોય અને દેશની સેવા માટે કામ કરતી દીકરીને મદદ કરી શકે તો તમે 8160108238 ગૂગલ પે અથવા તેમના એકાઉન્ટ નંબર 917010038049387 પર દ્વારા મદદ કરીને એક વ્યક્તિને નવું જીવન આપી શકો છો.
આ પણ વાંચો: અમદાવાદ: સરકારી કેન્સર હોસ્પિટલમાં અતિ આધુનિક ગેજેટ્સથી દર્દીઓની થશે સંભાળ