ટોપ ન્યૂઝટ્રાવેલનેશનલ

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનું વાતાવરણ બન્યું ઝેરી, વરસાદની શક્યતા

  • શનિવારે સિઝનનું સૌથી નીચું તાપમાન 15.8 સેલ્સિયસ નોંધાયું
  • હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઇ
  • હવાની ગુણવત્તા 266ના AQI સાથે ‘નબળી’ શ્રેણીમાં યથાવત

દિલ્હી પ્રદૂષણ: દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના તાપમાનમાં ઘટાડા પછી શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ પ્રદૂષણનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે. એક તરફ, રવિવારે દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી હતી. શનિવારે હવાની ગુણવત્તા 266ના AQI(એર ક્વોલિટી ઇન્ડેક્સ) સાથે ‘નબળી’ શ્રેણીમાં યથાવત રહી હતી. તેમજ IMD અનુસાર, શનિવારે દિલ્હીમાં સીઝનનું સૌથી નીચું તાપમાન એટલે કે 15.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સરેરાશ કરતાં ત્રણ ડિગ્રી ઓછું છે, જ્યારે ઠંડીની શરૂઆત સાથે તે ઝેરી બની રહ્યું છે. જ્યારે હવાની ગુણવત્તા ઘણી ખરાબ તેમજ ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાઈ હતી તેમજ હવામાન વિભાગ દ્વારા રવિવારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.

 

 હવાની ગુણવત્તા 266ના AQI સાથે રહી ‘નબળી’

સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) અનુસાર, નવી દિલ્હીમાં શનિવારે ઇન્ડિયા ગેટ ખાતે કર્તવ્ય પથમાં હવાની ગુણવત્તા 266, IGI ટર્મિનલ T3માં 276 નોંધવામાં આવી હતી. દરમિયાન, નોઇડામાં AQI 290 (નબળી) નોંધવામાં આવ્યો હતો અને ગુરુગ્રામ 152 (મધ્યમ) તો આનંદ વિહારે 345, 309ના AQI સાથે IT0, 360ના AQI સાથે નવા મોતી બાગ, દ્વારકર સેક્ટર-8 એ 313ના AQI સાથે અત્યંત નબળી શ્રેણી યથાવત રહી હતી.

 

દિલ્હીમાં વરસાદની શક્યતા : હવામાન વિભાગ 

દેશના ઘણા રાજ્યોમાં ઠંડીએ દસ્તક આપી છે, જેના કારણે લોકો સવાર-સાંજ ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજધાની દિલ્હીમાં રવિવારે આકાશ વાદળછાયું રહેશે અને ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદની શક્યતા છે. IMDએ દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. કેરળમાં આગામી ચાર દિવસ સુધી આંધી અને વીજળી પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે.

દિલ્હી-એનસીઆરના હવામાન અંગે, હવામાન વિભાગે કહ્યું કે,”રવિવારે અહીં વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે. આ સાથે અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ પડી શકે છે. વિભાગનું કહેવું છે કે વરસાદ બાદ દિલ્હીની હવાની ગુણવત્તા સુધરી શકે છે. જ્યારે રાજધાની દિલ્હીમાં શનિવારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ત્રણ ડિગ્રી ઓછું એટલે કે 15.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. AQI વિશે વાત કરીએ તો, તે નબળી શ્રેણીમાં હતો.”

આ પણ જાણો :AAP સાંસદ સંજય સિંહને આંચકો, ધરપકડને પડકારતી અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી

Back to top button