ટ્રેન્ડિંગનેશનલ

અમેરિકન રાજદૂતે મોં વડે દીવો પકડી માતા દુર્ગાની આરતી કરી

Text To Speech
  • એરિક ગારસેટીનું તિલક કરી સ્વાગત કરાયું
  • અમેરિકન રાજદૂતે દુર્ગા પૂજાનો વીડિયો શેર કર્યો
  • ગરબે ઘૂમીને ભેલપુરીની મજા માણી

દિલ્હીના સીઆર પાર્ક ખાતે દુર્ગા પૂજામાં અમેરિકન રાજદૂત એરિક ગારસેટી સામેલ થયા હતા. દુર્ગા પૂજા પંડાલમાં પહોંચતા જ અમેરિકન રાજદૂતનું આરતી કરીને અને તિલક લગાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. એરિક ગારસેટીએ દુર્ગા પૂજામાં ભાગ લેવાનો એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોની સાથે તેમણે લખ્યું- ‘સૌને શુભ પૂજા, હું દિલ્હીના સીઆર પાર્કમાં પંડાલમાં ફર્યો, સાંસ્કૃતિક ઉત્સવોમાં ભાગ લીધો અને ભોજનનો સ્વાદ ચાખ્યો. જેમ જેમ હું ભારતભરમાં જુદા જુદા તહેવારોનો અનુભવ કરું છું, હું આશ્ચર્યચકિત થઈ છું. અતુલ્ય ભારત, અદ્ભુત સાંસ્કૃતિક વિવિધતા.

ભક્તિના રંગમાં રંગાયેલા દેખાયા એરિક ગારસેટી

અમેરિકન એમ્બેસેડર એરિક ગારસેટી દુર્ગા પૂજામાં ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા. તેમણે આખા પંડાલનું નિરિક્ષણ કર્યું. આટલું જ નહીં, ભારતીય વાનગીઓને સ્વાદ માણ્યો અને તેની ખૂબ પ્રશંસા કરી. ભક્તિના રંગમાં રંગાયેલા એરિક ગારસેટી ગરબે ઘૂમ્યા અને દેવી દુર્ગાની આરતી કરી. ત્યારબાદ તેઓએ ભેલપુરીની મજા પણ માણી હતી. ઉલ્લેખનીય છે કે, કોલકાતાની જેમ દિલ્હીના સીઆર પાર્કમાં પણ દુર્ગા પૂજા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. દૂર-દૂરથી લોકો દુર્ગા પૂજા પંડાલમાં વિવિધ બંગાળી વાનગીઓનો સ્વાદ લેવા આવે છે.

દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો પંડાલોમાં પહોંચે છે. ભારતમાં દુર્ગા પૂજા ખૂબ જ ઉત્સાહ અને આસ્થા સાથે તેની ઊજવણી કરવામાં આવે છે. દુર્ગા પૂજાનું નામ પડતાં જ સૌથી પહેલા મનમાં કોલકાતા શહેરના મોટા પંડાલ આવે છે. કોલકાતાની દુર્ગા પૂજા સમગ્ર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. અહીં દુર્ગા પૂજા જોવા માટે ભક્તો વિદેશથી પણ આવે છે.

આ પણ વાંચો: આસામમાં 11 લાખ સિક્કા દ્વારા દુર્ગા માતાનો પંડાલ શણગારાયો

Back to top button