નવરાત્રિનું આઠમું નોરતુંઃ મહાગૌરીને આ ભોગ ધરાવીને કરો પ્રસન્ન
- મહા અષ્ઠમીની તિથિએ માતા ગૌરીની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. માતા ગૌરીનો રંગ દૂધ સમાન શ્વેત અને અમોધ ફળદાઇ છે. ગૌરવર્ણના કારણે મા દેવી મહાગૌરી કહેવાય છે. માન્યતા છે કે માતા દેવીની પૂજાથી મનુષ્યના બધા પાપનો નાશ થાય છે. આ જ કારણ છે કે માતા ગૌરીને સફેદ વસ્તુનો ભોગ ચઢાવવામાં આવે છે.
Navratri 2023: નવરાત્રિના આઠમા દિવસે માતા દુર્ગાના આઠમાં સ્વરૂપ મહાગૌરીની પૂજા થાય છે. શાસ્ત્રોમાં અષ્ટમી પૂજનને વિશેષ મહત્ત્વ અપાયું છે. શાસ્ત્રો મુજબ નવરાત્રિમાં અષ્ટમી પર મહાગૌરીની પૂજા-અર્ચનાનું વિશિષ્ટ મહત્ત્વ છે. તેમની ઉપાસનાથી ભક્તોના પાપ ધોવાઈ જાય છે. માતા મહાગૌરીની પૂજા કરવાથી મન પવિત્ર થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂરી થાય છે. માતા મહાગૌરીના વસ્ત્ર અને આભૂષણ સફેદ છે. તેમની ચાર ભૂજા છે. મહાગૌરીનું વાહન બળદ છે. દેવીના ઉપરના જમણા હાથમાં અભય મુદ્રા અને નીચેના હાથમાં ત્રિશુળ હોય છે. ડાબી બાજુના ઉપરના હાથમાં ડમરુ અને નીચેના હાથમાં વર મુદ્રા છે.
માતા મહાગૌરીની પૂજા કરવાથી ભક્તોની પાસે દુઃખ આવતા નથી. તેઓ તમામ પ્રકારે પવિત્ર બને છે. દેવી ગૌરી શંકરના પત્ની છે. મહાગૌરી બે શબ્દોથી બનેલો છે. મહા અને ગૌરી, મહાનો અર્થ મહાન અને ગૌરીનો અર્થ દેવી ગૌર અર્થાત માતા ગૌરી.
માતા ગૌરીને પ્રિય છે શ્રીફળનો ભોગ
મહા અષ્ઠમીની તિથિએ માતા ગૌરીની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. માતા ગૌરીનો રંગ દૂધ સમાન શ્વેત અને અમોધ ફળદાઇ છે. ગૌરવર્ણના કારણે મા દેવી મહાગૌરી કહેવાય છે. માન્યતા છે કે માતા દેવીની પૂજાથી મનુષ્યના બધા પાપનો નાશ થાય છે. આ જ કારણ છે કે માતા ગૌરીને સફેદ વસ્તુનો ભોગ ચઢાવવામાં આવે છે.
આઠમના દિવસે માતા ગૌરીને શ્રીફળ, નારિયેળ કે ટોપરાપાકનો ભોગ લગાવવાનો શુભ માનવામાં આવે છે. આ દિવસે શ્રીફળનું દાન કરવું પણ લાભદાયી રહે છે. એનાથી માતા દેવી ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે. સૌભાગ્ય અને આરોગ્યનું વરદાન મળે છે. માતા ગૌરીની પૂજા દરમિયાન મહાગૌરીના આરાધના મંત્રનો જાપ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે
મા મહાગૌરીની પૂજન વિધિ
મા મહાગૌરીની પૂજા કરવા માટે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ બાદ સ્વચ્છ વસ્ત્રો પહેરો. શક્ય હોય તો ગુલાબી રંગના કપડા પહેરો. માની પ્રતિમાને ગંગાજળથી સ્નાન કરાવો. માને સફેદ રંગના વસ્ત્રો પહેરાવો. ધાર્મિક માન્યતાઓ અનુસાર માં મહાગૌરીને સફેદ વસ્ત્રો ખુબ પસંદ છે. સ્નાન બાદ તેમને પુષ્પ અર્પિત કરો, કુમકુમ લગાવો. માને મિષ્ઠાન, પાંચ મેવા અને ફળ અર્પિત કરો. મા મહાગૌરીને કાળા ચણાનો ભોગ ધરાવો. માની આરતી કરો. આ દિવસે કન્યા પૂજનનું પણ વિશે, મહત્ત્વ છે. શક્ય હોય તો તે પણ કરો.
મહાગૌરીના મંત્રો
या देवी सर्वभूतेषु मां गौरी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
ओम देवी महागौर्यै नमः।
મા મહાગૌરી બીજ મંત્ર
श्री क्लीं ह्रीं वरदायै नम:।
મહાગૌરી સ્તોત્ર
सर्वसंकट हंत्री त्वंहि धन ऐश्वर्य प्रदायनीम्।
ज्ञानदा चतुर्वेदमयी महागौरी प्रणमाभ्यहम्॥
सुख शान्तिदात्री धन धान्य प्रदीयनीम्।
डमरूवाद्य प्रिया अद्या महागौरी प्रणमाभ्यहम्॥
त्रैलोक्यमंगल त्वंहि तापत्रय हारिणीम्।
वददं चैतन्यमयी महागौरी प्रणमाम्यहम्॥
આ પણ વાંચોઃ મહાભારત: મહાકાવ્ય કે પૌરાણિક કથા? વિવેક અગ્નિહોત્રી બનાવશે ફિલ્મ