રાજસ્થાનઃ ભાજપ, કોંગ્રેસ બંનેએ જાહેર કરી ઉમેદવારોની યાદી, દિગ્ગજોનો સમાવેશ
- રાજસ્થાનમાં ચૂંટણી માટે બીજેપીની બીજી તો કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
- ભાજપની બીજી યાદીમાં વસુંધરા રાજે સહિત 22 ઉમેદવાર જાહેરનો સમાવેશ
- સરદારપુરાથી CM અશોક ગેહલોત અને ટોંકથી સચિન પાયલોટ લડશે ચૂંટણી
જેમ-જેમ પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પાર્ટીઓ ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી રહી છે. ત્યારે રાજસ્થાનમાં પણ આગામી વિધાનસભા ચૂંટણી માટે શનિવારે બીજેપી દ્વારા બીજી યાદી તો કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં વસુંધરા રાજે, સતીશ પુનિયા સહિત 22 ઉમેદવાર જાહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો કોંગ્રેસ દ્વારા CM અશોક ગેહલોતને સરદારપુરાથી, સચિન પાયલોટને ટોંકથી અને વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીને નાથવાડાથી ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ભાજપ દ્વારા વસુંધરા જુથના એક ડઝન નેતાઓને અપાઈ ટિકિટ
વસુંધરા કેમ્પના લગભગ એક ડઝન નેતાઓને ટિકિટ મળી છે, જેમાં પ્રતાપ સિંહ સિંઘવી, અશોક ડોગરા, નરપત સિંહ રાજવી, શ્રીચંદ કૃપાલાની, કાલીચરણ સરાફ, કૈલાશ વર્મા, સિદ્ધિ કુમારી, હેમ સિંહ ભડાના, અનિતા ભડેલ, કન્હૈયા લાલના નામ સામેલ છે. આ સિવાય બિકાનેરના પૂર્વ શાહી પરિવાર સાથે જોડાયેલા અન્ય વસુંધરા વફાદાર સિદ્ધિ કુમારીને ટિકિટ મળી છે.
કોંગ્રેસ દ્વારા પાયલોટ જૂથના 4 નેતાઓને અપાઈ ટિકિટ
33 ઉમેદવારોની યાદીમાં 32 નામ જૂના છે, આ વખતે લલિત યાદવનું નામ મુંડાવર સાથે જોડાયેલું છે, જેમણે ગત વખતે BSP તરફથી ચૂંટણી લડી હતી. કોંગ્રેસની પ્રથમ યાદીમાં સચિન પાયલટ જૂથના ચાર નેતાઓને ટિકિટ મળી છે. જેમાં વિરાટનગરથી ઈન્દ્રસિંહ ગુર્જર, લાડનુન સીટથી મુકેશ ભાકર, પરબતસર સીટથી રામનિવાસ ગાવડીયા અને નોહર સીટથી અમિત ચચાનને ટિકિટ મળી છે.
આ પણ વાંચો :વિધાનસભા ચૂંટણી: છત્તીસગઢ અને તેલંગાણા માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર