ટ્રેન્ડિંગમનોરંજન

મહાભારત: મહાકાવ્ય કે પૌરાણિક કથા? વિવેક અગ્નિહોત્રી બનાવશે ફિલ્મ

  • વિવેકની આગામી ફિલ્મનું નામ ‘પર્વ’ છે. આ ફિલ્મની વાર્તા એસએલ ભૈરપ્પાના કન્નડ પુસ્તક ‘પર્વ’માંથી લેવામાં આવી છે, આ ફિલ્મ ત્રણ ભાગમાં બનાવવામાં આવશે અને તે મહાભારત પર આધારિત હશે.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ વેક્સીન વોર’ જેવી ફિલ્મો પછી હવે ડાયરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીએ તેમના આગામી મોટા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. વિવેક અગ્નિહોત્રીએ ગયા વર્ષે ધ કાશ્મીર ફાઇલ્સ રિલીઝ કરી હતી. આ ફિલ્મને ઘણા એવોર્ડ મળ્યા હતા. હવે વિવેક અગ્નિહોત્રી ફરી એકવાર કંઈક ઐતિહાસિક કરવા જઈ રહ્યા છે. વિવેકની આગામી ફિલ્મનું નામ ‘પર્વ’ છે. આ ફિલ્મની વાર્તા એસએલ ભૈરપ્પાના કન્નડ પુસ્તક ‘પર્વ’માંથી લેવામાં આવી છે, આ ફિલ્મ ત્રણ ભાગમાં બનાવવામાં આવશે અને તે મહાભારત પર આધારિત હશે. આ એક મોટી ફ્રેન્ચાઈઝી ફિલ્મ હશે.

વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ શેર કરીને આપી જાણકારી

વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મને લઈને કોઈ મોટો ખુલાસો કર્યો નથી. જોકે, તેણે ફિલ્મનું પોસ્ટર ટ્વિટર પર શેર કર્યું છે. આ પોસ્ટરમાં ભગવાન કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપતા જોઈ શકાય છે. તેમની પાછળ યુદ્ધની સ્થિતિ દેખાઈ રહી છે. પોસ્ટરમાં ફિલ્મનું નામ લખ્યું છે ‘પર્વઃ એન એપિક ટેલ ઓફ ધર્મ’.

પલ્લવી જોશી ફિલ્મ પ્રોડ્યુસ કરશે

આ ફિલ્મનું નિર્દેશન વિવેક રંજન અગ્નિહોત્રી કરી રહ્યા છે અને તેના નિર્માતા પલ્લવી જોશી છે. તેને શેર કરતાં વિવેકે લખ્યું, મોટી જાહેરાતઃ મહાભારત મહાકાવ્ય કે પૌરાણિક કથા? આપણે ભાગ્યશાળી છીએ કે પદ્મભૂષણ ડો. એસ.એલ. ભૈરપ્પાની મોર્ડન ક્લાસિક ‘પર્વ- એન એપિક ટેલ ઓફ ધર્મા’ ને પ્રસ્તુત કરી રહ્યા છે. તેથી જ પર્વ માસ્ટરપીસનો પણ માસ્ટર પીસ છે.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ વેક્સીન વોર’ લોકોને ઘણી પસંદ આવી

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મ દ્વારા તેણે 1990માં કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી પંડિતો પર કરવામાં આવેલી દર્દનાક યાતનાની વાત કહી છે. 2022માં આ ફિલ્મે અંદાજે 340 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ પછી તેણે ‘ધ વેક્સીન વોર’ બનાવી હતી. આ ફિલ્મમાં પલ્લવી જોશી, અનુપમ ખેર, નાના પાટેકર, સપ્તમી ગૌડા અને રાયમા સેન મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિવેક અગ્નિહોત્રીને કાશ્મીર ફાઇલ્સ માટે નેશનલ ઇન્ટીગ્રેશન કેટેગરીમાં બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.

આ પણ વાંચોઃ યમુના એક્સપ્રેસ વે પર અકસ્માતમાં એક જ પરિવારના પાંચનાં મૃત્યુ

Back to top button