રાજ્યમાં ધીમે ધીમે ચોમાસુ જામી રહ્યું છે તેની સાથે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને જોતાં રાજ્ય દ્વારા NDRFની તહેનાત કરવામાં આવી છે. સુરત, બનાસકાંઠાના પાલનપુર અને રાજકોટમાં NDRFની ટીમને મોકલવામાં આવી છે.
આ તરફ હવામાન વિભાગે આગામી 5 દિવસ એટલે કે 8 થી 9 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સુરત, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે ડાંગ, તાપી અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ ઉત્તર ગુજરાત અમદાવાદમાં હજી વરસાદનો માહોલ જામી રહ્યો નથી.
#Gujarat માં તારીખ 8 થી 9 દરમિયાન વરસાદની આગાહી ????️
સુરત , નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી #GujaratRain #gujaratweather #Surat #HeavyRains pic.twitter.com/ZQEokrec26
— DD News Gujarati (@DDNewsGujarati) July 4, 2022
ગુજરાતમાં રાજકોટમાં 3 અને સુરત-પાલનપુરમાં NDRFની એક-એક ટીમ તહેનાત કરવામાં આવી છે. તો 3 ટીમમાં કુલ 75 જેટલા જવાનો રાજકોટ પહોંચ્યા છે. આ તમામ જવાનોને ઘંટેશ્વર SRP કેમ્પ ખાતે જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં વરસાદની આફત વચ્ચે NDRFની આ ટીમને મોકલવામાં આવશે..
તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24 તાલુકામાં એકથી અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં નવસારી અને મહેણાસાના સતલાસણા તાલુકામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ પડ્યો છે.તો, સાબરકાંઠાના વડાલીમાં પોણા ઈંચ વરસાદ વરસ્યો છે.જ્યારે, સુરતના માંગરોળ અને માંડવી, સાબરકાંઠાના વિજયનગર, મહિસાગરના વીરપુર, તાપીના સોનગઢ, અમરેલીના ખાંભા, વડોદરાના કરજણમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે..આ સિવાય રાજ્યના અન્ય તાલુકાઓમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે..
મહેસાણા શહેરના વાતાવરમાં પલટો જોવા મળ્યો હતો. શહેરમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો.. તો વડોદરામાં સયાજીગંજ, ફતેહગંજ, અલકાપુરી, નિઝામપુરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ તરફ બોરસદમાં પણ વરસાદી માહોલ યથાવત છે.. તો દાહોદમાં પણ મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે