ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપ

સાઉથ આફ્રિકા સામેની ક્રિકેટ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો લીધો નિર્ણય

Text To Speech
  • મુંબઈમાં ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડ કપની 20મી મેચ
  • ઈંગ્લેન્ડના કેપ્ટન દ્વારા ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લેવાયો 

 SA vs ENG : વર્લ્ડ કપ 2023માં આજે બપોરે ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમો મુંબઈના વનખેડે સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. ત્યારે આ 20મી મેચમાં ભારે મુકાબલો થવાની અપેક્ષા છે. કારણ કે આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી ODI ક્રિકેટમાં જીત-હારનો રેશિયો લગભગ સમાન રહ્યો છે. આ મેચનો ટોસ ઊછાળવામાં આવી ચૂક્યો છે. જેમાં ઈંગ્લેન્ડના  કેપ્ટન દ્વારા ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડની ટીમમાં બેન સ્ટોક્સની વાપસી થઈ છે. આ સિવાય ઈંગ્લેન્ડે સેમ કુરેન અને ક્રિસ વોક્સને બહાર રાખ્યા છે.

 

ઈંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનની ટીમ

સાઉથ આફ્રિકાની સામેની ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનની ટીમમાં જોની બેરસ્ટો, ડેવિડ મલન, જોસ બટલર (C) ગુસ એટકિન્સન, જો રુટ, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, ડેવિડ વિલી, આદિલ રશીદ, માર્ક વુડ,રીસ ટોપલીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

સાઉથ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવનની ટીમ

ઈંગ્લેન્ડ સામેની સાઉથ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવનની ટીમમાં ક્વિન્ટન ડી કોક (wk), રીઝા હેન્ડ્રીક્સ, રાસી વાન ડેર ડ્યુસેન, એઈડન માર્કરામ (C), ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, માર્કો યાનસીન, કાગીસો રબાડા, કેશવ મહારાજ, લુંગી એનગીડી, ગેરાલ્ડ કોએત્ઝીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ જાણો :128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસી, IOCએ આપી મંજૂરી

 

Back to top button