ટ્રેન્ડિંગનેશનલ

યમુના એક્સપ્રેસ વે પર અકસ્માતમાં એક જ પરિવારના પાંચનાં મૃત્યુ

Text To Speech
  • ત્રણ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા
  • એક જ પરિવારના પાંચ લોકો મૃત્યુ પામ્યા
  • અકસ્માતના લીધે યમુના એક્સપ્રેસ વે પર ટ્રાફિક

ગ્રેટર નોઇડામાં યમુના એક્સપ્રેસ વે પર એક અજાણ્યા વાહને વાનને ટક્કર મારતાં પાંચ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે ત્રણ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતના કારણે યમુના એક્સપ્રેસ વે પર જામ થઈ ગયો હતો. અકસ્માત બાદ ભયનો માહોલ છવાયો હતો.  માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે મૃતકો એક જ પરિવારના હતા. બીજી તરફ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Car accident_HD News

વાનમાં આઠ મુસાફરો સવાર હતા

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, યમુના એક્સપ્રેસ વે પર એક ઇકો વાનને પાછળથી આવતાં અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. અથડામણને કારણે વાન કાબૂ બહાર જઈને પલટી ખાઈ ગઈ હતી. વાનમાં કુલ 8 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી પાંચના ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે ઘાયલ ત્રણેય બાળકોને સારવાર માટે જેવરની કૈલાશ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્રણેય બાળકોની હાલત નાજુક છે.

પોલીસે જણાવ્યું કે વાનમાં સવાર તમામ લોકો દિલ્હીથી ઝારખંડ જઈ રહ્યા હતા. આ તમામ લોકો મૂળ ઝારખંડના પલામૂના હુસૈનાબાદ પોલીસ સ્ટેશનના વિસ્તારના રહેવાસી હતાં. નોઈડાથી જેવર તરફ જતી વખતે આ ગંભીર અકસ્માત નડ્યો હતો. પોલીસે મૃતકના પંચનામા દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ જૂન મહિનામાં આવો જ બનાવ બન્યો હતો. ખતરનાક અકસ્માત નડતા બે લોકો ઘટનાસ્થળે બે લોકો મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચો: મુંબઈ-નાગપુર એક્સપ્રેસ રોડ પર અકસ્માત સર્જાતા 12નાં મૃત્યુ, 23 ઘાયલ

Back to top button