છત્તીસગઢમાં પોલીસ સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ ઠાર
- નક્સલવાદીઓ પાસેથી દારુગોળા મળી આવ્યા
- નક્સલવાદીઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત કાંકેર જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ અંગે પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી. નકસલવાદીઓ પાસેથી એક ઈન્સાસ રાઈફલ, એક રાઈફલ અને અન્ય હથિયારો તેમજ દારૂગોળા મળી આવ્યા છે. બસ્તર ક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજે જણાવ્યું હતું કે જિલ્લાના કોયાલીબેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી.
2 Naxals killed in encounter with security forces in Chhattisgarh’s Kanker
Read @ANI Story | https://t.co/YK8LQsaF5k #Encounter #Chattisgarh pic.twitter.com/xFkeNsnSYt
— ANI Digital (@ani_digital) October 21, 2023
પોલીસ સ્ટેશનની હદ હેઠળના જંગલમાં સવારે 8 વાગ્યે જ્યારે પોલીસ દળની ડિસ્ટ્રિકટ રિઝર્વ ગાર્ડની ટીમ નક્સલ વિરોધી કામગીરી અંગે પેટ્રોલિંગ કરી રહી ત્યારે બે નક્સલવાદીઓ ઝડપાયા હતા. ત્યારબાદ અથડામણ થતાં બંને નક્સલવાદીઓને ઠાર કરાયા હતા. અધિકારીએ જણાવ્યું કે માર્યા ગયેલા નક્સલવાદીઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
નોંધનીય છે છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે. ત્યારે પોલીસ દળો સુરક્ષાને ધ્યાનમાં રાખીને સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. 7 નવેમ્બરે ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થનાર 20 વિધાનસભા મતવિસ્તારોમાં કાંકેર જિલ્લાની ત્રણ બેઠકો સામેલ છે.
આ પણ વાંચો: નક્સલવાદીઓના નિશાને સુરક્ષાદળ, IED બ્લાસ્ટમાં એક જવાન ઘાયલ