ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

ગગનયાન મિશનના ક્રૂ મોડ્યુલને લોન્ચિંગના થોડા સમય પહેલા હોલ્ડ પર મુકાયું

  • ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટને રોકી દેવામાં આવી
  • લોન્ચિંગના થોડા સમય પહેલા ક્રૂ મોડ્યુલનું રોકેટ અચાનક થંભી ગયું
  • ટેસ્ટ ફ્લાઇટનું ફરી લોન્ચિંગ સવારના 10 કલાકે કરવામાં આવશે : ISRO

શ્રીહરિકોટા સેન્ટર ખાતેથી ISRO શનિવારે ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટનું લોન્ચિંગ કરવાનું હતું. પરંતુ ક્રૂ મોડ્યુલના લોન્ચિંગના થોડા સમય પહેલા જ તેને રોકી દેવામાં આવ્યું હતું. મિશન ગગનયાનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટને રોકી દીધી હતી. જેનું ફરી લોન્ચિંગ  હવે સવારના 10 કલાકે કરવામાં આવશે. લોન્ચિંગ રોકવા બાબતે ઇસરોના ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે, “અમે ક્યા ગરબડ થઇ છે તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ મિશન આજે સવારે 8 વાગે લોન્ચ થવાનુ હતું.”

 

 

શા માટે ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટના લોન્ચિંગને રોકાયું ?

ઇસરોના ચીફ સોમનાથે કહ્યું કે, “મિશન સવારે 8 વાગે લોન્ચ થવાનું હતું પણ કેટલાક કારણોના લીધે અમારે લોન્ચિંગના સમયને બદલીને 8 :45 વાગ્યાનો કર્યો હતો. તેમ છતા કમાન્ડ લોન્ચ કરતી વખતે તેમાં સ્થાપિત કમ્પ્યુટરે અમને રોકેટ ઇગ્નીશન કરવાની મંજૂરી આપી ન હતી. જેથી લોન્ચિંગ કરવામાં આવ્યું નહીં. રોકેટ હાલ  સુરક્ષિત છે. ઇગ્નિશન ન થયા પછી અમે કારણોની તપાસ કરી રહ્યા છીએ જેથી અમે તે કારણો શોધી શકીએ જેના કારણે આવું ન થઇ શક્યું.”

 

શું ખરાબ હવામાન પણ લોન્ચિંગ ન થવા પાછળનું એક કારણ  ?

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ગગનયાન મિશનને રોકવાનું એક કારણ એ પણ હતું કે, કદાચ વરસાદ અને વાદળોના કારણે તેનું લોન્ચિંગ રોકાવું પડ્યું. આ એક ટેસ્ટ મિશન હતું. આ મિશન દ્વારા ભારત અંતરિક્ષમાં માનવ મોકલવાની યોજના પર કામ કરી રહ્યું હતું. ISROનું ધ્યેય માનવીને ત્રણ દિવસ માટે ચંદ્ર પર મોકલવાનું અને પછી તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનું છે. ગગનયાન મિશનનો ઉદ્દેશ્ય 2025માં ત્રણ દિવસના મિશનમાં 400 કિલોમીટરની ઉંચાઈએ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં માનવોને મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનો છે.

 

આ પણ જુઓ : શું તમારે પણ ઇસરોમાં સાઇંટિસ્ટ બનવું છે? તો જાણીલો તેનો અભ્યાસ

Back to top button