ટૉલ પ્લાઝા પર નહીં ભરવો પડે ટેક્સ ! આ મેસેજ કેટલો સાચો?
સોશિયલ મીડિયા પર આજકાલ ઘણી બધા સમાચારો વાયરલ થાય છે. એમાં કેટલાક સમાચાર સાચા હોય છે તો કેટલાક સમાચારો ખોટા હોય છે. છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર કંઈક આવી જ રીતે એક મેસેજ વાયરલ થયો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પત્રકારોને ટોલ ટેક્સ નહીં આપવો પડે. જો તમે પત્રકાર હોવ અને આ તમારે આ વાતની હકીકત જાણવી જરૂરી છે. હવે તમે જ્યારે ટોલ ટેક્સ પરથી પસાર થશો ત્યારે તમને માત્ર તમારું ID કાર્ડ બતાવી જવા દેવામાં આવશે કે પછી પહેલાની જેમ ટોલ ટેક્સ ચૂકવવો પડશે.
WhatsApp પર વાયરલ થઈ રહેલા આ મેસેજની હકીકત વિશે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ તપાસ કરી છે. PIBના ફેક્ટ ચેકમાં બહાર આવ્યું છે કે, વોટ્સએપમાં વાયરલ થઈ રહેલો મેસેજ સાચો છે કે પછી ખોટો?
एक #WhatsApp मैसेज में दावा किया जा रहा है कि भारत के सभी टोल प्लाजा पर पत्रकारों को टोल टैक्स पर मिलेगी छूट, जिसके लिए आईडी कार्ड दिखाना होगा आवश्यक#PIBFactCheck:
▶️यह दावा #फर्जी है
▶️@MORTHIndia ने ऐसा कोई आदेश नहीं दिया है
▶️अधिक जानकारी के लिए???? https://t.co/gMqvYZx17q pic.twitter.com/JFC1JjJQHS
— PIB Fact Check (@PIBFactCheck) July 2, 2022
PIBએ કર્યું ટ્વીટ
PIBએ ફેક્ટ ચેકમાં પોતાના ઓફિશિયલ ટ્ટવીટર એકાઉન્ટ પર લખ્યું છે કે, “એક વોટ્સએફ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતના તમામ ટોલ પ્લાઝ પર પત્રકારોને ટોલ ટેક્સ પર છૂટ મળશે અને આ માટે તમારે માત્ર ઓફિસનું ID કાર્ડ બતાવવાનું રહેશે.”
વાયરલ મેસેજ ફેક
PIBની તપાસમાં બહાર આવ્યું છે કે, વોટ્સએપ પર વાયરલ થઈ રહેલો આ મેસેજ તદ્દન ખોટો છે. આવા મેસેજથી તમામ લોકોને સાવધાન રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આવા કોઈ પણ પ્રકારના મેસેજ ફોરવર્ડ ન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ પ્રકારના મેસેજ ફોરવર્ડ કરવાના કારણે તમારી પોતાની વ્યક્તિગત જાણકારી, માહિતી અને રૂપિયા જોખમમાં મૂકાય છે.
કોઈપણ કરી શકે છે ચેક
જો તમારી પાસે પણ આવો કોઈ પણ મેસેજ આવે છે તો તમે પણ તેની સત્યતા ચકાસી શકો છો. તમે PIBની મદદથી હકીકત જાણી શકો છો. આ માટે તમારે PIBની ઓફિશિયલ લીંક પર જવું પડશે. આ સિવાય, તમે આ ફોન નંબર +918799711259 પર વોટ્સએપ મેસેજ કરીને અથવા [email protected] ઈમેઈલ પર વીડિયો પણ મોકલી શકો છો.