શિંગોડા છે ચમત્કારિક ફળઃ થાઇરોઇડ કન્ટ્રોલથી લઇને વેઇટલૉસમાં ઉપયોગી
- શિંગોડામાં પ્રોટીન, ફાઇબર, પોટેશિયમ અને વિટામીન બી-6 જેવાં પોષકતત્વો મળી આવે છે. તે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શિંગોડાને પાણી ફળ પણ કહેવાય છે, કેમ કે તે વધુ પાણી ધરાવતી જગ્યાઓએ ઉગે છે અને શરીરમાં પાણીની કમીને દૂર કરે છે.
ફરાળમાં આપણે શિંગોડાનાં લોટનો ઉપયોગ કરીએ છીએ. શિંગોડાનું મહત્ત્વ ફક્ત ફળાહાર સુધી જ સીમિત નથી. શિંગોડામાં રહેલા વિટામીન્સ અને મિનરલ્સ વેઇટલોસથી લઇને થાઇરોઇડ કન્ટ્રોલમાં ઉપયોગી થઇ પડે છે. શિંગોડામાં પ્રોટીન, ફાઇબર, પોટેશિયમ અને વિટામીન બી-6 જેવાં પોષકતત્વો મળી આવે છે. તે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શિંગોડાને પાણી ફળ પણ કહેવાય છે, કેમકે તે વધુ પાણી ધરાવતી જગ્યાઓએ ઉગે છે અને શરીરમાં પાણીની કમીને દૂર કરે છે.
થાઇરોઇડ કન્ટ્રોલ કરવાથી લઇને વેઇટલોસમાં પણ તે ઉપયોગી છે. જાણો તેના સેવનથી કયા ગજબના ફાયદા મળે છે. તેના ઉપયોગની યોગ્ય રીત જાણો
થાઇરોઇડમાં ફાયદાકારક
શિંગોડામાં રહેલું આયોડિન અને મેંગેનીઝ થાઇરોઇડની સમસ્યામાં ફાયદાકારક માનવામાં આવે છે. શિંગોડામાં રહેલું આયોડિન ગળા સંબંધિત રોગોથી બચાવ કરે છે. તમે જો થાઇરોઇડથી પરેશાન છો તો શિંગોડાનું સેવન ફાયદાકારક રહેશે.
ડિહાઇડ્રેશન
શિંગોડામાં પર્યાપ્ત માત્રામાં પાણી રહેલું છે, તેથી તેના સેવનથી શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા દૂર રહે છે.
વાળની હેલ્થ
શિંગોડાના સેવનથી વાળની સમસ્યા દૂર થઇને હેલ્ધી હેર મળે છે. તેમાં રહેલું લોરિક એસિડ વાળને મજબૂત બનાવવાનું કામ કરે છે.
વેઇટ લૉસ
જો તમે વધેલા વજનથી પરેશાન છો તો શિંગોડાનું સેવન તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. શિંગોડામાં ઓછી માત્રામાં કેલરી હોય છે. તે તમને બેલી ફેટને ઘટાડવામાં મદદ કરે છે. નાસ્તામાં તમે તેનું સેવન કરી શકો છો. સલાડના રૂપમાં ખાઇ શકો છો.
સ્ટ્રેસમાંથી રાહત
શિંગોડા એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી વજન ઘટવાની સાથે સાથે ઓક્સિડેટીવ તણાવ પણ ઘટે છે. શિંગોડા ખાવાથી શરીર એક્ટિવ રહે છે અને સાથે સાથે મેટાબોલિઝમ પણ તેજ રહે છે. તેની મદદથી તમે વજન ઘટાડી શકો છો.
આ પણ વાંચોઃ શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણઃ દૂધ પૌંઆ ચંદ્રની ચાંદનીમાં રાખી શકાશે કે નહીં?