Navratri 2023: સાતમાં નોરતે કરો માતા કાલરાત્રિની પૂજા, આ મંત્રનું કરો આહવાન
- પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામના અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કર્યું હતું. શનિ ગ્રહનું સંચાલન દેવી કાલરાત્રિ દ્વારા કરાય છે. આ સ્વરૂપની ઉપાસના કરનારનું શુભ થતું હોઇ આ દેવી શુભંકરી તરીકે પણ ઓળખાય છે
હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષ્ણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગર્દભ છે. પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામના અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કર્યુ હતું. શનિ ગ્રહનું સંચાલન દેવી કાલરાત્રિ દ્વારા કરાય છે. આ સ્વરૂપની ઉપાસના કરનારનું શુભ થતું હોઇ આ દેવી શુભંકરી તરીકે પણ ઓળખાય છે.
માતા કાલરાત્રિની પૂજામાં રાખો ધ્યાન
શક્તિનું આ સ્વરૂપ ઉગ્ર અને ચંડ છે. આ રૂપમાં માતાની ઉપાસના કરવાવાળા લોકોએ નિયમોનું પાલન કરવું અતિ આવશ્યક છે. સાતમા નોરતે મા નવદુર્ગાના આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. દેવીનો વર્ણ શ્યામ છે. માતાજીનું પૂજન ચંદન, કપૂર, કરણ, આસોપાલવ, માલતી તથા ચંપાના ફૂલથી કરવું જોઇએ. માતાજીને શ્રીફળ, દાડમ, કેળાં, નારંગી, ફણસ, બીલાં તથા ઋતુ અનુસાર ફળ અર્પણ કરવા જોઇએ. મા કાલરાત્રિ સંસારના અંધકારને નષ્ટ કરી જ્ઞાનનું બીજ રોપે છે. જે માતાનું પૂજન કરે છે એને કાલનો ભય નથી રહેતો. મા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે, પરંતુ તે હંમેશા શુભફળ આપનારી છે.
મા કાલરાત્રિની સંપૂર્ણ નિષ્ઠાથી પૂજા કરવામાં આવે તો સાધકને ખૂબ ફાયદો થાય છે. માતાજીની ઉપાસના કરતા યમ, નિયમ, અને સંયમનું પૂર્ણ પાલન કરવું જોઈએ અને મન, વચન અને કર્મની પવિત્રતા રાખવી જોઈએ. આ નિયમોનું પાલન કરીને જો મા કાલરાત્રીની પૂજા, અર્ચના અને આરાધના કરવામાં આવે તો સાધકના જીવનમાં શુભત્વની શરૂઆત થાય છે.
આ છે મા કાલરાત્રિના મંત્રો
ॐ देवी कालरात्र्यै नमः॥
एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता।
लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्त शरीरिणी॥
वामपादोल्लसल्लोह लताकण्टकभूषणा।
वर्धन मूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥
या देवी सर्वभूतेषु माँ कालरात्रि रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
આ પણ વાંચોઃ આખરે નવ દિવસ જ કેમ ઉજવવામાં આવે છે નવરાત્રિ, જાણો તેની પાછળનું કારણ