ખેડાઃ પૂર્વ સૈનિકો અને સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ
ખેડાઃ ખેડામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ કે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી વડોદરાના ઓળખ પત્ર ધરાવતા હોય તેઓ માટે સરકાર દ્વારા વેબસાઈટ https://esm.gujarat.gov.in/account/login લોન્ચ કરવામાં આવી છે (https://esm.gujarat.gov.in/ ) .
જે અન્વયે પૂર્વ સૈનિકો અને સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ કે જેઓ તારીખ ૩૧/૧૨/૨૦૨૨ પહેલાનું ઓળખપત્ર ધરાવતા હોય તેઓએ ભવિષ્યમાં સહાય તથા લાભો ઓનલાઇન રજીસ્ટ્રેશનના માધ્યમથી મળવાપાત્ર થાય છે.
જેને ધ્યાને લઈ ભવિષ્યમાં આપની કામગીરીમાં કોઈ વિલંબ ના થાય તે માટે રજીસ્ટ્રેશનની કાર્યવાહી ઓનલાઈન કરવા તથા આ બાબતે વધુ જાણકારી માટે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી વડોદરા ફોન નંબર ૦૨૬૫-૭૭૨૬૬૬ કચેરી સમય દરમિયાન સવારના ૧૦-૩૦ થી સાંજના ૦૬-૧૦ કલાક દરમિયાન સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી શ્રી દ્વારા જણાવાયું છે.