ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

Leoએ મારી સેન્ચુરીઃ વર્લ્ડવાઇડ કલેક્શન 100 કરોડને પાર, પહેલા દિવસે તોડ્યો જવાનનો રેકોર્ડ

Text To Speech
  • સાઉથના સુપરસ્ટાર થલપતિ વિજયની લિયોએ શાહરૂખ ખાનની જવાનને કમાણીમાં પછાડી દીધી હતી. જવાન પ્રથમ દિવસે કુલ 129 કરોડની કમાણી શકી હતી

સાઉથ સુપરસ્ટાર થલપતિ વિજયની લિયો (Leo) ફિલ્મ ઘણા વિવાદો પછી 19 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થઇ ગઇ છે. લિયોનો લોકોમાં એટલો ક્રેઝ છે કે આ ફિલ્મે ઓપનિંગ ડે પર જ સેન્ચુરી મારી દીધી છે. લિયોએ પ્રથમ દિવસે શાહરૂખ ખાનની ‘જવાન’નો રેકોર્ડ તોડી નાંખ્યો છે. સાથે જ રજનીકાંતની ‘જેલર’ને પણ પાછળ છોડી દીધી છે.

થલપતિની વિજયની લિયો હિંદી,તમિલ, તેલુગુ, કન્નડ સહિત મલયાલમ એમ પાંચ ભાષામાં રિલીઝ થઇ છે. આવી સ્થિતિમાં લિયોને પાંચેય ભાષામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેને પગલે વિજયની લિયોએ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 63 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હોવાના સમાચાર સામે આવ્યાં છે.

વર્લ્ડવાઇડ કલેક્શનની વાત કરીએ તો લિયોએ ઓપનિંગ ડે પર 100 કરોડથી વધુનો આંકડો પાર કરી લીધો છે. પ્રાંરભિક આંકડા પ્રમાણે થલપતિ વિજયની લિયોએ પ્રથમ દિવસે કુલ 145 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે લિયોએ શાહરૂખ ખાનની જવાનને કમાણીમાં પછાડી દીધી હતી. જવાન પ્રથમ દિવસે કુલ 129 કરોડની કમાણી શકી હતી.

તમિલ ઇન્ડસ્ટ્રીની ત્રીજી સૌથી મોટી ફિલ્મ

લિયો તમિલ સિનેમાની ત્રીજી ફિલ્મ છે, જેણે ઓપનિંગ ડે પર 100 કરોડનું કલેક્શન પાર કરી લીધું છે. આ પહેલા આ રેકોર્ડ કબાલી (105.70 કરોડ) અને 2.0 (117.24 કરોડ)ના નામે હતો. વિજયની મુવીએ તમિલનાડુમાં 27.63 કરોડનું કલેક્શન કર્યું છે. ટ્રેડ એક્સપર્ટ રમેશ બાલાએ ટ્વીટ કરીને જણાવ્યુ કે હિંદીમાં પહેલા દિવસે 2.75 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. લિયો વર્લ્ડવાઇડ માર્કેટમાં ઓપનિંગ ડે 100 કરોડથી વધુ કમાણી કરનાર ક્લબમાં સામેલ થઇ ગઇ છે. આ ક્લબમાં આરઆરઆર, બાહુબલી-2, કેજીએફ-2, સાહો, પઠાણ, આદિપુરુષ, 2.0 અને જવાન સામેલ છે.

આ પણ વાંચોઃ કેનેડાએ ફરી ભારતમાં તેના નાગરિકોને સાવધાન રહેવા સલાહ આપી

Back to top button