ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

AUS vs PAK: પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

AUS vs PAK: વર્લ્ડ કપ 2023 ની 18મી મેચ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે બેંગલુરુમાં રમાશે. બંને ટીમ આ મેચ માટે તૈયાર છે. બંને ટીમો વચ્ચે ટોસ ઉલાડવામાં આવ્યો છે. જેમાં પાકિસ્તાને ટોસ જીત્યો છે, પરંતુ તેમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી ઓસ્ટ્રેલિયાની ટીમ રમવા માટે મેદાનમાં ઉતરશે.

ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન મેચના ખેલાડીઓ:

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન: ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (wk), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, પેટ કમિન્સ (c), મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન: અબ્દુલ્લા શફીક, ઈમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, હસન અલી, શાહીન આફ્રિદી, હરિસ રઉફ.

બંને ટીમો વર્લ્ડ કપ 2023માં 3-3 મેચ રમી:

પાકિસ્તાને અત્યાર સુધી 3 મેચ રમી છે અને 2 મેચ જીતી છે. જ્યારે ભારત સામેની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયા પણ 3 મેચો રમી છે. જેમાંથી માત્ર એક મેચ જીત્યું છે, બે મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ ટોપમાં?

પોઈન્ટ ટેબલની વાત કરીએ તો પોઈન્ટ ટેબલ પર અત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ ટોપમાં છે. જ્યારે ભારત બીજા નંબર પર છે. બંને ટીમોએ 4 મેચોમાંથી ચારેયમાં જીત મેળવી છે. પાકિસ્તાન ટીમની વાત કરવામાં આવે તો તે પોઈન્ટ ટેબલમાં અત્યાર સુધી ચોથા નંબર પર છે. આજે તેની ચોથી મેચ છે જો તે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવશે તો તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર આવી જશે.

આ પણ વાંચો: વર્લ્ડ કપ 2023: ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું

Back to top button