ટ્રેન્ડિંગનેશનલવિશેષ

દરેક પિતા જો આવું કરશે તો દીકરીઓએ આપઘાત નહીં કરવો પડે

Text To Speech
  • એક વિદાય આવી પણ : દીકરી સાસરીમાં ત્રાસ વેઠી રહી હતી, પિતા બેન્ડવાજા સાથે ઘરે લઇને આવ્યા

દીકરીની લગ્ન કરવા એ દરેક પિતાનું સ્વપ્ન હોય છે. પોતાની દીકરીને ખૂબ જ ધામધૂમથી પોતાના ઘરેથી વિદાય કરે છે જ્યાં તેણે પોતાનું બાળપણ વિતાવ્યું છે. પિતાનો પ્રયત્ન હોય છે કે દીકરીના લગ્નમાં કોઇ કચાશ ના રહે. ઝારખંડના રાંચીમાં એક દીકરીની વિદાય ચર્ચાનું કેન્દ્ર બની છે. કારણ કે એક પિતા પોતાની દીકરીને સાસરીમાંથી વિદાય કરીને પોતાના ઘરે લઇને આવ્યા છે.

ઝારખંડના રાંચીમાં રહેતા પ્રેમ ગુપ્તાએ ગયા વર્ષે 28 જુલાઇએ પોતાની ફેશન ડિઝાઇનર દીકરી સાક્ષીના લગ્ન વીજવિભાગના સહાયક ઇજનેર સચિનકુમાર સાથે કર્યા હતા. લગ્ન પછી તરત જ સાક્ષીને સાસરીયાઓએ હેરાન કરવાનું શરૂ કરી દીધુ હતું. ત્યારબાદ સાક્ષીને જાણવા મળ્યું કે તેનો પતિ પહેલાથી પરણિત છે. આ વિશે તેણે પોતાના પિતાને વાત કરી. બીજી તરફ તેના પિતા કેન્સરગ્રસ્ત થયા હતા અને સર્જરી કરાવી હતી.

પ્રેમ ગુપ્તા પોતાની તબિયત સુધરતા જ આ નવરાત્રિમાં દીકરીને રીતે લગ્ન સમયે વિદાય કરી હતી તે જ રીતે બેન્ડવાજા અને આતશબાજી સાથે પોતાના ઘરે લઇને આવ્યા હતા. પિતાએ કહ્યું કે દીકરીના સન્માનથી વધારે કશું જ નથી. આમ દરેક માતા-પિતા જો આવું કરશે તો દીકરીઓએ આપઘાત નહીં કરવો પડે.

આ પણ વાંચો: મહુઆ મોઈત્રા લોકસભા પ્રશ્નકાંડ : ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની તાજના સાક્ષી બન્યા

Back to top button