ગુજરાતટ્રેન્ડિંગનવરાત્રિ 2023નેશનલ

ફાલ્ગુની પાઠકના ગરબાના પાસને નામે છેતરપિંડી કરનાર ૪ ઝડપાયા

Text To Speech
  • ફાલ્ગુની પાઠકના પ્રોગ્રામના સસ્તા પાસ આપવાને બહાને 156 યુવાનો સાથે છેતરપીંડી
  • પોલીસે બનાવ અંગેની FIR નોંધીને 4 આરોપીઓની કરી અટકાયત 

મુંબઈના બોરીવલી વિસ્તારમાં પ્રખ્યાત દાંડિયા અને ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકની ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભાગ લેવા માટે પાસની કિંમત 4,500 રુપિયા હતી. તેનો લાભ ઉઠાવીને કેટલાક લોકોએ સસ્તા પાસની લાલચ આપીને 156 યુવાનો સાથે છેતરપીંડી કરી છે. આ મામલે પોલીસે આઇપીસીની કલમ 406, 420 અને 34ના આધારે ગુનો દાખલ કર્યો છે અને 4 આરોપીઓને પકડી પાડયા છે.

કેવી રીતે થઈ 156 લોકો સાથે છેતરપિંડી ?

અહેવાલો મુજબ, કાંદિવલી વિસ્તારમાં રહેતા એક યુવાનને જાણ થઇ કે બોરીવલીમાં ફાલ્ગુની પાઠકના કાર્યક્રમના વિક્રેતા હોવાનો દાવો કરનાર વિશાલ શાહ નામનો વ્યક્તિ સસ્તા ભાવે પાસ આપી રહ્યો છે. આ કાર્યક્રમ માટે 4,500ની જગ્યાએ 3,300 રૂપિયામાં પાસ મળી રહ્યા છે. તેથી યુવાન અને તેના મિત્રો તેની પાસે પાસ ખરીદવા તૈયાર થઇ ગયા. તેણે પોતાના અન્ય મિત્રોને પણ પાસ ખરીદવાની વાત કરી. તેની સાથે કુલ 156 લોકો પાસ ખરીદવા માટે તૈયાર થઇ ગયા.

 

સૌએ પૈસા ભેગા કર્યા અને વિશાલ શાહે સૌને બોરીવલી ન્યૂ લિંક રોડ આવવાનું કહ્યું. ત્યા તેનો એક આદમી પૈસા લઇને પાસ આપવાનો હતો. વિશાલ શાહની સૂચના મુજબ યુવક ત્યાં પહોંચ્યા અને એક વ્યક્તિને પૈસા આપ્યા. આ પછી વિશાલ શાહે અન્ય સ્થળ યોગી નગરનું સરનામું આપ્યું અને ત્યાં પહોંચ્યા પછી પાસ મેળવવા કહ્યું. પરંતુ, ઘણા પ્રયત્નો છતાં યુવકોને તે જગ્યા મળી ન હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેમણે મુંબઈના M.H.B.પોલીસ સ્ટેશન ગયા અને એફઆઈઆર નોંધાવી હતી. જેને પગલે પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડયા છે.

આ પણ જાણો :ગુજરાત: નવરાત્રીમાં ગરબાના નકલી પાસ સામે આવતા આયોજકોએ અપનાવ્યો નવો રસ્તો

Back to top button