ઓપરેશન અજય અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ માહિતી આપતા જણાવ્યું હતું કે , ઓપરેશન અજય હેઠળ પાંચ ફ્લાઇટ્સમાં 1200 ભારતીયો પરત આવ્યા છે. તેમાં 18 જેટલા નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે.
અરિંદમ બાગચીએ ઈઝરાયલ પેલેસ્ટાઇન વિવાદમાં ભારતના વલણ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, દરેકે વડાપ્રધાનના નિવેદનો અને ટ્વીટ જોયા હશે. અમે ઈઝરાયલ પર થયેલા ભીષણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે તેના તમામ સ્વરુપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદનો સામનો કરવા માટે એકસાથે ઊભા રહેવું જોઇએ. પેલેસ્ટાઇનનો મુદ્દો પણ હતો અને તેના પર અમે બે દેશો વચ્ચે ઉકેલ લાવવા માટે વાટાઘાટો કરવાના પક્ષમાં છીએ. અમે નાગરિકોની જાનહાનિ અને માનવીય સ્થિતી અંગે ચિંતીત છીએ. અમે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું કડકાઇપૂર્વક પાલન કરવાનો આગ્રહ કરીએ છીએ.
#WATCH विदेश मंत्रालय के प्रवक्ता अरिंदम बागची ने कहा, "अजय ऑपरेशन के तहत 5 फ्लाइट में 1200 लोग वापस आए हैं इनमें से 18 नागरिक नेपाल के भी हैं और फ्लाइट भेजने का प्लान चल रहा है। परिस्थिति का जायज़ा लिया जा रहा है। गाज़ा में पहले तकरीबन 4 लोग थे लेकिन हमारे पास पुख्ता आंकड़े नहीं… pic.twitter.com/09yxgTTqSC
— ANI_HindiNews (@AHindinews) October 19, 2023
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે અરિંદમ બાગચીને માલદીવ સાથેના સહકાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અમે જે સહાય અને પ્લેટફોર્મ પ્રદાન કર્યું છે તેણે લોકોના કલ્યાણ, માનવતાવાદી સહાય, આપત્તિ રાહત અને ગેરકાયદેસર દરિયાઈ પ્રવૃત્તિઓનો સામનો કરવા જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં 500 થી વધુ તબીબી સ્થળાંતર કરવામાં આવ્યા છે. ભારત માલદીવ માટે પ્રથમ જવાબ આપનાર છે. અમે આવનારા વહીવટીતંત્ર સાથે રચનાત્મક રીતે જોડાવા અને અમારા સંબંધોને આગળ વધારવાની રીતો પર ચર્ચા કરવા આતુર છીએ.
આ પણ વાંચો : Operation Ajay: ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ચોથી ફ્લાઈટ 274 ભારતીયોને લઈને દિલ્હી પહોંચી