ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

રોહિત શર્માને હાઈવે ઉપર 200 કિમીની સ્પીડે ગાડી દોડાવવી ભારે પડી

Text To Speech
  • રોહિત મુંબઈથી પૂણે કાર લઈને જઈ રહ્યો હતો
  • 215 કિમીની ઝડપે ગાડી ચલાવતા ત્રણ ચલણ કાપ્યા
  • પોલીસે કહ્યું આવી રીતે ડ્રાઇવિંગ કરવું અયોગ્ય છે

હિટમેન રોહિત શર્માએ પૂણે-મુંબઈ એક્સપ્રેસ વે પર 200 કિમીની ઝડપે કાર ચલાવતા પોલીસે દંડ ફટકાર્યો છે. રિપોર્ટ અનુસાર, રોહિત પૂરપાટ ઝડપે ગાડી હંકારતા તેના ત્રણ ટ્રાફિક ચલણ મળ્યા છે. બાંગ્લાદેશ સામેની મેચ રમવા માટે રોહિત શર્મા પોતાની લક્ઝરી કાર ચલાવીને મુંબઈથી પૂણે જઈ રહ્યો હતો. બીજી તરફ, પુણે પોલીસે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા વિરુદ્ધ જારી કરાયેલા ચલણ પર કોઈ છૂટ આપી ન હતી.

ટ્રાફિક પોલીસે ત્રણ વાર ચલણ જારી કર્યા

નોંધનીય છે કે, પૂણે-મુંબઈ એક્સપ્રેસ વે પર ડ્રાઇવિંગની મહત્તમ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક છે. જોકે, ટ્રાફિક અધિકારી મુજબ, તેણે પોતાની કારની સ્પીડ 200 કિમી/કલાકથી વધુ અને એક સમયે તો 215 કિમી/કલાક સુધી વધારી દીધી હતી. ખતરનાક ઝડપે ગાડી ચલાવતા ત્રણ ઓનલાઈન ટ્રાફિક ચલણ જારી કરવામાં આવ્યા હતા. બીજી તરફ, વર્લ્ડ કપ વચ્ચે રોહિત શર્માના આ સ્ટંટથી ક્રિકેટ ચાહકોની ચિંતા વધારી દીધી હતી. ટ્રાફિક વિભાગના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ભારતીય કેપ્ટન માટે વર્લ્ડ કપની વચ્ચે હાઇવે પર આવી રીતે ડ્રાઇવિંગ કરવું બિલકુલ યોગ્ય નથી. તેમણે ટીમ સાથે બસમાં મુસાફરી કરવી જોઈએ અથવા પોલીસ વાહન સાથે રાખવું જોઈએ.

જોકે, અગાઉ વધુ ઝડપે ગાડી ચલાવતાં ક્રિકેટર રિષભ પંતને પણ ભયંકર અકસ્માત નડ્યો હતો. કાર ડિવાઇડર સાથે અથડાતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમજ ઘૂંટણમાં ઈજા પહોંચતા સર્જરી કરાવવી પડી હતી. જેના કારણ રિષભ પંત ઈન્ડિયન પ્રીમિયર લીગ અને આઈસીસી વનડે વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. એક તરફ વર્લ્ડ કપની ટૂર્નામેન્ટ રમાઈ રહી છે એવામાં રોહિત શર્માની આ લાપરવાહી ભારે પડી શકે છે.

આ પણ વાંચો: IND VS AFG : ભારતની 8 વિકેટે જીત,રોહિત શર્માએ ફટકારી સૌથી ઝડપી સદી

Back to top button