કોંગ્રેસે હમાસની નિંદા કેમ ના કરી: આસામના મુખ્યમંત્રીનો પ્રહાર
- આસામના મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
- INDIA ગઠબંધનમાં એકતા નથી: હિમંતા બિસ્વ સરમા
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વ સરમાએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે હમાસની નિંદા કરી નથી. આગળ કહ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના નેતા રાહુલ ગાંધીના કહેવા પર હમાસની નિંદા કર્યા વિના પેલેસ્ટાઈનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આસામના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે નવા રચાયેલા ઈન્ડિયા ઈન્ક્લુઝિવ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (INDIA) માં કોઈ એકતા નથી અને તે માત્ર ભારતના લોકોને “છેતરવા” માટે રચવામાં આવી છે.
યુદ્ધને લઈ ભારતમાં રાજકારણ ગરમાયું
ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ તીવ્ર બની રહ્યો છે અને તેને લઈને ભારતમાં રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસે પેલેસ્ટિનિયન લોકોની જમીન અને સ્વાભિમાન સાથે જીવનના અધિકારોને સમર્થન આપતો ઠરાવ પસાર કર્યો હતો. આ ઠરાવમાં હમાસ દ્વારા કરાયેલા આતંકવાદી હુમલાનો કે ઇઝરાયેલ વિશે કોઈ ઉલ્લેખ કરાયો નહતો. જેને લઈ હમાસની નિંદા ન કરવા બાબતે શાસક પક્ષોએ આકરા પ્રહાર કર્યા હતા.
આસામના મુખ્ય મંત્રીએ ધ્યાન દોર્યું કે CWC ઠરાવમાં હમાસ વિશે “એક પણ શબ્દ નથી”. “તેઓ એવું કહીને સંતુલિત કરી શક્યા હોત કે અમે હમાસની નિંદા કરીએ છીએ પરંતુ તે જ સમયે અમે સ્વતંત્ર પેલેસ્ટાઈનને સમર્થન આપવાના ભારતના વલણ સાથે ઉભા છીએ, પરંતુ તેઓએ તેમ કર્યું નહીં,” સરમાએ કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ પરંતુ કોંગ્રેસ તેની તુષ્ટિકરણની રાજનીતિને કારણે ભારત આતંકવાદનો શિકાર હોવા છતાં આતંકવાદ વિરુદ્ધ કંઈ બોલી રહી નથી.
આ પણ વાંચો: પેલેસ્ટાઇન મુદ્દે કોંગ્રેસનો યુ-ટર્ન, સમર્થનમાં ઠરાવ પસાર કર્યા બાદ…