ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને 149 રનથી હરાવ્યું, કીવી ટીમ ટેબલમાં ટોચ પર પહોંચી

  • પ્રથમ રમત રમીને ન્યુઝીલેન્ડે અફઘાનિસ્તાનને 289 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ત્યારે તેની સામે અફઘાનિસ્તાનની ટીમ માત્ર 139 રન પર જ સિમિત થઈ ગઈ હતી.

NZ vs AFG: ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાયેલી વર્લ્ડ કપની 16મી મેચમાં ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને 139 રનથી હરાવ્યું છે. વર્લ્ડ કપ 2023માં કિવી ટીમનો આ સતત ચોથો વિજય છે. ગ્લેન ફિલિપ્સ 71 અને ટોમ લાથમની 68 રનની શાનદાર ઇનિંગનથી ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 288 રન બનાવ્યા હતા. તેની સામે અફઘાનિસ્તાનની ટીમ માત્ર 139 રનમાં જ સમેટાઈ ગઈ હતી. બોલિંગમાં ન્યૂઝીલેન્ડ તરફથી મિશેલ સેન્ટનર અને લોકી ફર્ગ્યુસને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટે બે વિકેટ ઝડપી હતી.

આ રીતે અફઘાનિસ્તાનની વિકેટો પડી

પ્રથમ વિકેટ: રહેમાનુલ્લા ગુરબાઝ (11), વિકેટ- મેટ હેનરી (27/1)
બીજી વિકેટ: ઈબ્રાહિમ ઝદરાન (14), વિકેટ- ટ્રેન્ટ બોલ્ટ (27/2)
ત્રીજી વિકેટ: હશમતુલ્લાહ શાહિદી (8), વિકેટ- લોકી ફર્ગ્યુસન ( 43/3)
ચોથી વિકેટ: અઝમતુલ્લા ઉમરઝાઈ (27), વિકેટ- ટ્રેન્ટ બોલ્ટ (97/4)
5મી વિકેટ: રહમત શાહ (36), વિકેટ- રવિન્દ્ર (107/5)
6ઠ્ઠી વિકેટ: મોહમ્મદ નબી (7), વિકેટ- સેન્ટનર (125/6)
7મી વિકેટ: રાશિદ ખાન (8), વિકેટ- ફર્ગ્યુસન (134/7)
8મી વિકેટ: મુજીબ ઉર રહેમાન (4), વિકેટ- ફર્ગ્યુસન (138/8)
9મી વિકેટ: નવીન ઉલ હક (0) , વિકેટ- સેન્ટનર (139/9)
10મી વિકેટ: ફઝલહક ફારૂકી (0), વિકેટ- સેન્ટનર (139/10)

આ રીતે ન્યુઝીલેન્ડની વિકેટો પડી

પ્રથમ વિકેટ: ડેવોન કોનવે LBW, વિકેટ- મુજીબ-ઉર-રહેમાન (20)
બીજી વિકેટ: રચિન રવિન્દ્ર ક્લીન બોલ્ડ અઝમતુલ્લા ઉમરઝાઈ (32)
ત્રીજી વિકેટ: વિલ યંગ કેચ ઇકરામ અલીખિલ, વિકેટ- અઝમતુલ્લા ઉમરઝાઈ (54)
ચોથી વિકેટ: ડેરિલ મિચેલ ઈબ્રાહીમ ઝદરાનને કેચ, વિકેટ- રાશિદ ખાન (1)
પાંચમી વિકેટ: ગ્લેન ફિલિપ્સ કેચ રાશિદ ખાન, વિકેટ- મુજીબ-ઉર-રહેમાન (71)
છઠ્ઠી વિકેટ: ટોમ લાથમ ક્લીન બોલ્ડ, વિકેટ- નવીન ઉલ હક (68)

ત્રણ વખત અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડે હરાવ્યું: વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ ત્રણ વખત સામસામે આવી ચુક્યા છે. ન્યુઝીલેન્ડ ત્રણેય વખત જીત્યું છે. 2015 માં, બંને પ્રથમ વખત નેપિયરમાં ટકરાયા હતા, જ્યાં ન્યુઝીલેન્ડે 6 વિકેટે જીત મેળવી હતી. બીજી વખત બંને 2019 વર્લ્ડ કપમાં આમને-સામને હતા, ત્યારે પણ કીવી ટીમે 7 વિકેટે જીત મેળવી હતી.

ન્યુઝીલેન્ડે અફઘાનિસ્તાનને 289 રનનો ટાર્ગેટ આપ્યો હતો:

ચેન્નાઈની એમએ ચિદમ્બરમની ધીમી પીચ પર પ્રથમ રમત રમ્યા બાદ ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 6 વિકેટે 288 રન બનાવ્યા હતા. 110 રનમાં ચાર વિકેટ પડી ગયા બાદ ગ્લેન ફિલિપ્સે 71 રન અને ટોમ લાથમે 68 રન બનાવ્યા હતા. અંતમાં માર્ક ચેપમેને માત્ર 12 બોલમાં અણનમ 25 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ઓમજરઝાઈ અને નવીન ઉલ હકે બે-બે વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: વર્લ્ડકપમાં બીજો મોટો અપસેટ : આફ્રિકાને 38 રનથી હરાવતું નેધરલેન્ડ

Back to top button