ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ખેડા જિલ્લામાં કૂપોષણ મુક્તિ માટે પાયલોટ યોજના શરૂ

  • ગળતેશ્વર, ઠાસરા અને મહુધા તાલુકાની પાઈલોટ પ્રોજક્ટ તરીકે પસંદગી કરી કુપોષણ મુક્ત ખેડા અભિયાનની શરૂઆત.

ખેડા જિલ્લામાં કુપોષણને દૂર કરવાના અભિગમ સાથે ગળતેશ્વર, ઠાસરા અને મહુધા તાલુકામાં તાલુકાને પાઇલોટ પ્રોજેકટ તરીકે પસંદગી કરી કુપોષણ મુક્ત ખેડા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારીનાં અધ્યક્ષસ્થાને તા.૧૬/૧૦/૨૦૨૩ ના રોજ કોર ગ્રુપની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં CDHO, RCHO, પ્રોગ્રામ ઓફિસર, TDO, THO, MO, RBSK નોડલ, DLM-NRLM, તથા ફિલ્ડ કક્ષાના કર્મચારીઓ સાથે પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરવામાં આવેલ વિવિધ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કુલ ૧૫૦ અતિકુપોષિત બાળકોમાંથી અંદાજિત ૫૦% થી વધુ બાળકોના વજનમાં વધારો જોવા મળેલ છે. તબીબી સારવારની જરૂરિયાતવાળા CMTCમાં દાખલ કરેલ કુલ ૨૯ બાળકો ૧૪ દિવસની ટ્રીટમેન્ટ પૂર્ણ કરી તેઓના ઘરે પાછા ગયેલ છે. તેમના વજનમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળેલ છે અને સ્થાનિક કક્ષાએ પણ તેઓને ફોલોઅપ દ્વારા પોષણ અને સારવાર આપવામાં આવે છે.

પ્રોજેક્ટ અંતર્ગત નક્કી કરવામાં આવેલ મેનુ અનુસાર સ્થાનિક કક્ષાએ ટી.ડી.ઓના સંકલનથી દાતા દ્વારા થર્ડ મીલ-ત્રીજું ભોજન(Supplementary Nutrition)ની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કેળા, દૂધ, સફરજન, મગસ, હૈદરાબાદી મિક્ષ વિગેરે આપવામાં આવી રહ્યા છે. જેથી બાળકોમાં કેલેરી તથા પ્રોટીનના કારણે વધતા કુપોષણને નાથી શકાય તદુપરાંત થર્ડ મીલમાં વિવિધતા લાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી.

આ ઉપરાંત અતિકુપોષિત બાળકોને IFA Syrup અને Vitamin Syrup પણ આપવામાં આવી છે તેમજ તેનો નિયમિત ઉપયોગ કરવામાં આવે છે કે નહિ તે પણ સ્થાનિક કક્ષાએ સુનિશ્ચિત કરવામાં આવે છે. આ પ્રોજેકટ અંતર્ગત આંગણવાડી કાર્યકર તથા આશાબહેનો દ્વારા અંદાજે ૧૫૦૦ થી વધુ તેમજ અન્ય તબીબી સ્ટાફ દ્વારા ૭૦૦ થી વધુ હોમ વિઝિટ કરી લાભાર્થી તેમજ વાલી સાથે જરૂરી પરામર્શ કરવામાં આવ્યું. તદઉપરાંત કોર કમિટી અધ્યક્ષ જિલ્લા વિકાસ અધિકારી તથા તેઓના સભ્ય દ્વારા પણ વિઝિટ કરી પ્રોજેકટનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. DLM-NRLM દ્વારા લાભાર્થીના વાલી તથા ઘરના સભ્યોના કુલ ૧૩ જેટલા SHG (સ્વ સહાય જુથ) બનાવવામાં આવ્યા છે જેથી તેઓ આર્થિક બચત કરી તેનો ઉપયોગ બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે કરી શકાશે.

આ પણ વાંચો: ગૂજરાત વિદ્યાપીઠનો ૬૯ મો પદવીદાન સમારંભ યોજાયો

Back to top button