ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તેલંગાણા: રાહુલ-પ્રિયંકાએ રામપ્પા મંદિરમાં પૂજા કરી, મુલુગુ જિલ્લામાંથી પ્રચાર શરુ કર્યો

Text To Speech

તેલંગાણા: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને AICC મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તેલંગાણાના મુલુગુ જિલ્લામાં રામાપ્પા મંદિર પહોંચ્યા. જ્યાં બંનેએ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.

 

  • રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા 30 નવેમ્બરે યોજાનારી તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે મુલુગુ જિલ્લામાંથી પ્રચારની શરૂઆત કરી છે.

 

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા બુધવારે મુલુગુ જિલ્લાના રામપ્પા મંદિરમાં વિશેષ પૂજા કર્યા પછી બસ દ્વારા તેમના પ્રચારની શરૂઆત કરી છે. પાર્ટીએ દશેરાની રજાઓ માટે ટૂંકા વિરામ સાથે ત્રણ દિવસની મુલાકાતનું આયોજન કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ યાત્રા પ્રથમ તબક્કામાં વારંગલ, પેદ્દાપલ્લી, કરીમનગર અને નિઝામાબાદ સંસદીય ક્ષેત્રને આવરી લેશે.

આ પણ વાંચો: તેલંગાણામાં ચૂંટણી જીતવા માટે કોંગ્રેસનો મોટો દાવ : પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કર્યા 6 વાયદાઓ

રાહુલ ગાંધી 3 દિવસ રોકાશે તેલંગાણામાં

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ 18 ઓક્ટોબરે ભૂપાલપલ્લીમાં રોકાશે. 19 ઓક્ટોબરના રોજ તે સરકારી ખાણકામ કંપની સિંગારેની કોલિરીઝના કામદારોને મળશે અને પેદ્દાપલ્લી અને કરીમનગરમાં મીટિંગમાં હાજરી આપશે. 20 ઓક્ટોબરના રોજ તેઓ જગતિયાલમાં ખેડૂતોની રેલી ઉપરાંત અરમુર અને નિઝામાબાદમાં પાર્ટીના કાર્યક્રમોમાં હાજરી આપશે.

કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધીમાં 119 માંથી 55 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, બાકીના ઉમેદવારોની જાહેરાત એકાદ-બે દિવસમાં થવાની ધારણા છે.

આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણી: છત્તીસગઢ અને તેલંગાણા માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર

Back to top button