ગુજરાત

સુરતમાં સવારથી મેઘમહેર; નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, લોકોને ભારે હાલાકી

Text To Speech

સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ મેઘમહેર જોવા મળી છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાયેલું હતું. સુરત શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત મેઘમહેર જોવા મળી રહી છે ત્યાં છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ ખાબકી રહ્યો છે જેના કારણે જનજીવન ઉપર તેની સ્પષ્ટ અસર દેખાઈ રહી છે.

દક્ષિણ ગુજરાતમાં 7 જુલાઈ સુધી વરસાદની વકીઃ હવામાન વિભાગ
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં 7 જુલાઇ સુધી વરસાદ વરસી શકે છે. આગાહી સાચી ઠરતી હોય તેમ સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં મોડી રાત્રે પણ વરસાદ ખાબક્યો હતો. સુરત શહેરમાં પણ વરસાદી માહોલ જામી ગયો છે. સુરતના અડાજણ, પાલ,  રાંદેર, રિંગરોડ,  અમરોલી સહિતના વિસ્તારમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. સવારે ઘરેથી કામકાજ અર્થે નીકળેલા લોકોએ રેઈનકોટ પહેરવાની ફરજ પડી હતી તો કેટલાક લોકો બ્રિજના નીચે જ ઉભા રહી જવાનું મુનાસીબ માન્યું હતું.

Surat Rain
ખાસ કરીને અમરોલી વિસ્તારની અંદર જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાતા સ્થાનિકો માટે મુશ્કેલી ઉભી થઈ હતી

મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
મુશળધાર વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. ખાસ કરીને અમરોલી વિસ્તારની અંદર જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાતા સ્થાનિકો માટે મુશ્કેલી ઉભી થઈ હતી. અડાજણ,  ઉધના ત્રણ રસ્તા, અમરોલી સહિતના વિસ્તારની અંદર નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયા છે. તો કેટલાક સ્થળે ઉપર રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. જનજીવન ઉપર વરસાદની સ્પષ્ટ અસર દેખાઈ રહી છે.

Back to top button