દેશમાં પ્રથમ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનો થશે શુભારંભ
- પ્રધાનમંત્રી દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોરનાં પ્રાથમિકતા ધરાવતાં સેક્શનનું કરશે ઉદઘાટન
- દેશમાં પ્રથમ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનો થશે શુભારંભ
- સાહિબાબાદથી દુહાઈ ડેપોને જોડતી રેપિડએક્સ ટ્રેનને લીલી ઝંડી આપશે
- અત્યાધુનિક પ્રાદેશિક મોબિલિટી સોલ્યુશન છે, જે વિશ્વમાં શ્રેષ્ઠ સાથે તુલનાત્મક છે
- આરઆરટીએસના વિકાસથી આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે
- રોજગાર, શિક્ષણ અને આરોગ્યની તકોની સુલભતા પ્રદાન કરવી
- હવાના પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મદદ રૂપ
- ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનને અનુરૂપ આરઆરટીએસ નેટવર્ક રેલવે સ્ટેશનો, મેટ્રો સ્ટેશનો, બસ સેવાઓ વગેરે સાથે મલ્ટિ-મોડલ સંકલન
- બેંગાલુરુ મેટ્રોનાં પૂર્વ-પશ્ચિમ કોરિડોરનાં બે પટ્ટા દેશને અર્પણ
નવા વૈશ્વિક કક્ષાના પરિવહન માળખાના નિર્માણ અંતર્ગત દેશમાં પ્રાદેશિક જોડાણમાં પરિવર્તન લાવવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ) પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે, જે અત્યાધુનિક પ્રાદેશિક મોબિલિટી સોલ્યુશન છે અને તેને દુનિયામાં શ્રેષ્ઠ સાથે સરખાવી શકાય છે. તે દેશમાં સલામત, ભરોસાપાત્ર અને આધુનિક ઇન્ટરસિટી કમ્યુટિંગ સોલ્યુશન્સ પ્રદાન કરશે. પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનને અનુરૂપ આરઆરટીએસ નેટવર્ક રેલવે સ્ટેશનો, મેટ્રો સ્ટેશનો, બસ સેવાઓ વગેરે સાથે વિસ્તૃતપણે મલ્ટિ-મોડલ-સંકલન ધરાવશે. આ પ્રકારનાં પરિવર્તનકારી પ્રાદેશિક મોબિલિટી સોલ્યુશન્સ આ વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે અને વાહનોની ગીચતા અને વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મદદરૂપ થશે, સાથેજ રોજગાર, શિક્ષણ અને આરોગ્યની તકોની પણ ઉભી કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરનાં રોજ સવારે 11:15 વાગ્યે ઉત્તરપ્રદેશનાં સાહિબાબાદ રેપિડએક્સ સ્ટેશન પર દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોરનાં પ્રાથમિકતા ધરાવતા સેક્શનનું ઉદઘાટન કરશે. તેઓ સાહિબાબાદથી દુહાઈ ડેપોને જોડતી રેપિડએક્સ ટ્રેનને પણ લીલી ઝંડી આપશે, જેનાં પ્રતીક સ્વરૂપે ભારતમાં રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ)નો શુભારંભ થશે. પ્રધાનમંત્રી બપોરે લગભગ 12 વાગે સાહિબાબાદમાં એક જાહેર કાર્યક્રમની અધ્યક્ષતા પણ કરશે, તેમજ બેંગાલુરુ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ કોરિડોરના બે પટ્ટા પણ દેશને સમર્પિત કરશે.
દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોર
દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોરના 17 કિલોમીટરની પ્રાથમિકતા ધરાવતા સેક્શનનું ઉદઘાટન કરવામાં આવશે, જે સાહિબાબાદને ‘દુહાઈ ડેપો’ સાથે જોડશે અને માર્ગમાં ગાઝિયાબાદ, ગુલધર અને દુહાઈનાં સ્ટેશનો સામેલ છે. આ પેહલા પ્રધાનમંત્રીએ 8 માર્ચ, 2019નાં રોજ દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો. દેશમાં આરઆરટીએસ વિકસાવવામાં આવી રહ્યો છે, જેમાં આરઆરટીએસ નવી રેલ આધારિત, સેમી-હાઇ-સ્પીડ, હાઇ-ફ્રિક્વન્સી કમ્યુટર ટ્રાન્ઝિટ સિસ્ટમ છે. 180 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે, આરઆરટીએસ એક પરિવર્તનશીલ, પ્રાદેશિક વિકાસ પહેલ છે, જે દર 15 મિનિટે ઇન્ટરસિટી મુસાફરી માટે હાઇ-સ્પીડ ટ્રેનો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે જરૂરિયાત મુજબ દર 5 મિનિટની આવર્તન સુધી જઇ શકે છે.
એનસીઆરમાં કુલ આઠ આરઆરટીએસ કોરિડોર વિકસાવવાની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી ત્રણ કોરિડોરને પ્રથમ તબક્કામાં લાગુ કરવાની પ્રાથમિકતા આપવામાં આવી છે, જેમાં દિલ્હી – ગાઝિયાબાદ- મેરઠ કોરિડોર સામેલ છે. દિલ્હી – ગુરુગ્રામ – એસએનબી – અલવર કોરિડોર; અને દિલ્હી – પાણીપત કોરિડોર. દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસને રૂ. 30,000 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવી રહી છે અને તે ગાઝિયાબાદ, મુરાદનગર અને મોદીનગર જેવા શહેરી કેન્દ્રોમાંથી પસાર થતા મુસાફરીના એક કલાકથી પણ ઓછા સમયમાં દિલ્હીને મેરઠ સાથે જોડશે.
બેંગલુરુ મેટ્રો
વડા પ્રધાન દ્વારા રાષ્ટ્રને ઔપચારિક રીતે સમર્પિત કરવામાં આવશે તે બે મેટ્રો પટ્ટાઓ બૈયપ્પનહલ્લીને કૃષ્ણરાજપુરા અને કેંગેરીથી ચલ્લાઘાટ્ટા સાથે જોડે છે. આ બંને મેટ્રો પટ્ટાઓ ઔપચારિક ઉદ્ઘાટનની રાહ જોયા વિના, આ કોરિડોર પર અવરજવર કરતા લોકોને સુવિધા પૂરી પાડવા માટે 9 ઓક્ટોબર 2023થી જાહેર સેવા માટે ખોલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : રાજ્યમાં ફિક્સ પગારદારોની દિવાળી સુધરી, વેતનમાં નોંધપાત્ર વધારો