- રાજ્ય સરકારે કમિશનર અને SPને પણ આદેશ આપ્યા છે
- લારી ગલ્લાઓના વેપારીઓને પરેશાન ન કરવા માટે સૂચના
- ટ્રાફિકમાં અડચણ રુપ ન બને તેવા વેપારીઓને પરેશાન ન કરવા
ગુજરાતમાં તહેવારો સમયે CM ભૂપેન્દ્ર પટેલે નાના વેપારીઓ માટે લીધો મોટો નિર્ણય લીધો છે. જેમાં રસ્તા પર વેચવા માટે ઊભા રહેતા નાના વેપારીઓ માટે ગૃહવિભાગનો આદેશ છે. તેમાં નાના વેપારીઓને હેરાન ન કરવા ગૃહવિભાગનો આદેશ છે. રાજ્યના કમિશનર અને SPને સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: નવરાત્રીમાં વરસાદ પડશે કે નહીં જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી
લારી ગલ્લાઓના વેપારીઓને પરેશાન ન કરવા માટે સૂચના
અડચણરૂપ ન હોય તેવા લારી ધારકો માટે નિર્ણય લોવામાં આવ્યો છે. નવરાત્રી અને દિવાળીના તહેવાર દરમિયાન નાના વેપારીઓ માટે મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તહેવારો સમયે અડચરૂપ ન હોય તેવા લારી ગલ્લાઓના વેપારીઓને પરેશાન ન કરવા માટે ગૃહવિભાગે આદેશ આપ્યો છે. જેના સાથે જ રાજ્ય સરકારે કમિશનર અને SP ને પણ આદેશ આપ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભાડાના ઘરમાં રહેતા લોકોને નવું વાહન ખરીદતા સમયે આ નિયમ લાગૂ પડશે
ટ્રાફિકમાં અડચણ રુપ ન બને તેવા લારી ગલ્લાઓ અને વેપારીઓને પરેશાન ન કરવા
દર વર્ષે નવરાત્રીથી તહેવારોની શરૂઆત થઈ જાય છે. જેમાં પણ દિવાળી દરમિયાન નાના વેપારીઓને હેરાન ન કરવા માટે ગૃહવિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં નાના વેપારીઓ અને લારી ગલ્લાવાળા વેપારીઓ તહેવારોના સમયમાં વેપાર ધંધો કરી શકે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યના કમિશનર અને એસપીને સૂચના આપવામાં આવી છે. જેની સાથે જ નડતરરૂપ ન હોય અને ટ્રાફિકમાં અડચણ રુપ ન બને તેવા લારી ગલ્લાઓ અને વેપારીઓને પરેશાન ન કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે. જેની પર પણ કાર્યવાહી ન કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.