નિકોલમાં આયોજિત ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં મુખ્યમંત્રીએ આપી હાજરી
- મુખ્યમંત્રીએ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી
- આયોજન બદલ ખોડલધામ ટ્રસ્ટને શુભેચ્છા પાઠવી
- મહોત્સવમાં ગરબા રસિકોને ગરબા રમતા નિહાળ્યા
અમદાવાદના નિકોલ ખાતે ખોડલધામ પારિવારિક નવરાત્રી મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં મુખ્યમંત્રીએ આદ્યશક્તિ માં અંબા અને માતા ખોડલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ તેઓએ નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત ગરબા રસિકોને ગરબા રમતા નિહાળ્યા હતા. અને આ સુંદર આયોજન બદલ ખોડલધામ ટ્રસ્ટના તમામ સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી.
ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં સંસદ હસમુખભાઈ પટેલ, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, ઠક્કરબાપાનગરના ધારાસભ્ય કંચનબેન રાદડીયા, વસ્ત્રાલના ધારાસભ્ય બાબુભાઈ જાદવ, પૂર્વગ્રહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, ખોડલધામ ટ્રસ્ટી શ્રી ધ્રુવ તોગડિયા તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમના એક દિવસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે આઈ.એસ.વાઈવઝ વેલ્ફેર એસોસિએશનના ગરબા મહોત્સવમાં હાજરી આપી હતી. આ અવસરે એસોસિએશનના અધિકારીઓ અને સહભાગીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: વાઇબ્રન્ટ સમિટ: ૨૫,૦૦૦ કરોડનાં મૂડીરોકાણના MoU થયાની મુખ્યમંત્રીની જાહેરાત