- ભાડાકરારની સાથે એફિડેવિટ ફરજિયાત રજૂ કરવા પરિપત્ર જારી કર્યો
- ભાડાના ઘરમાં રહેતા લોકોને વાહન ખરીદતી વેળા પડતી હાલાકીને પગલે તંત્રની સ્પષ્ટતા
- એફિડેવિટની સાથે લાઈટબિલ, વેરાબિલ, ગેસબિલ સહિતના પુરાવા પણ રજૂ કરી શકશે
ગુજરાતમાં ભાડાના ઘરમાં રહેતા લોકોને નવું વાહન ખરીદતા સમયે નવો નિયમ લાગૂ પડશે. જેમાં નવા વાહનના રજિસ્ટ્રેશન માટે ભાડાકરાર સાથે હવે એફિડેવિટ રજૂ કરવી ફરજિયાત છે. ભાડાના ઘરમાં રહેતા લોકોને વાહન ખરીદતી વેળા પડતી હાલાકીને પગલે તંત્રની સ્પષ્ટતા છે. પબ્લિક નોટરી, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ કરાયેલું એફિડેવિટ માન્ય ગણાશે.
આ પણ વાંચો: નવરાત્રીમાં વરસાદ પડશે કે નહીં જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી
ભાડાકરારની સાથે એફિડેવિટ ફરજિયાત રજૂ કરવા પરિપત્ર જારી કર્યો
એફિડેવિટની સાથે લાઈટબિલ, વેરાબિલ, ગેસબિલ સહિતના પુરાવા પણ રજૂ કરી શકશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે ભાડાના ઘરમાં રહેતા લોકોએ નવું વ્હીકલ ખરીદતી વેળા રહેઠાણના પુરાવા તરીકે ભાડાકરારની સાથે એફિડેવિટ ફરજિયાત રજૂ કરવા પરિપત્ર જારી કર્યો છે. હાલ મોટાભાગની પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગની કચેરીઓમાં નવા વ્હીકલના રજિસ્ટ્રેશન માટે પોલીસ દ્વારા વેરિફિકેશન કરાયેલા ભાડાકરારને જ માન્ય રાખવામાં આવતો હતો, પરંતુ હવે ભાડાકરારની સાથે સાથે પબ્લિક નોટરી અથવા એક્ઝિયુક્યુટિવ મેજિસ્ટ્રેટ અને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ કરાયેલું એફિડેવિટ રજૂ કરી શકશે.
રાજ્યના ડીલરોને રજિસ્ટ્રેશનની સત્તા આપી દીધા બાદ અસમંજસની પરિસ્થિતિ
એફિડેવિટની સાથે લાઈટબિલ, વેરાબિલ, ગેસબિલ સહિતના પુરાવા પણ વધારાના પુરાવા તરીકે રજૂ કરી શકશે. નવા વ્હીકલની નોંધણી વેળા ભાડાકરારની સાથે કયા કયા પુરાવા માન્ય ગણતા તે અંગે મતમંતાર જોવા મળી રહ્યો હતો. જેને પગલે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે 17મી ઓક્ટોબરને મંગળવારે એક પરિપત્ર જારી કરી સ્પષ્ટતા કરી હતી. લાંબા સમયથી પોલીસતંત્ર દ્વારા ભાડાકરારને વેરિફિકેશન કરવા માટે ગલ્લાંતલ્લાં કરવામાં આવે છે. ત્યારે પોલીસ વેરિફિકેશન વગર વાહનો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ટલ્લે ચઢી ગઈ હતી. એટલું જ નહીં હવે રાજ્યના ડીલરોને રજિસ્ટ્રેશનની સત્તા આપી દીધા બાદ અસમંજસની પરિસ્થિતિ ઊભી થઈ હતી.
કંપની કે ફર્મના નામે વ્હીકલ ખરીદીમાં આ નિયમ લાગૂ રહેશે
હવે કોઈ વ્યક્તિ કંપની કે ફર્મના નામે વ્હીકલ ખરીદી કરશે તો તેવા કિસ્સામાં સરનામાંના પુરાવા તરીકે પ્રોપાઈટરના ઓળખના પુરાવા સાથે સાથે કંપની વધારાના પુરાવા તરીકે પ્રોપર્ટીનો દસ્તાવેજ, GST રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, શોપ એક્ટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અથવા પ્રોપર્ટી કાર્ડ રજૂ કરવાનું રહેશે.