ટોપ ન્યૂઝનેશનલ

હિમાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: કુલ્લુમાં બસ ખીણમાં પડતા સ્કૂલના બાળકો સહિત 16ના મોત

Text To Speech

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં સોમવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ. જેમાં આશરે 16 લોકોના મોત થયાના અહેવાલ છે. મૃતકોમાં શાળાના બાળકો પણ સામેલ છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આસપાસના લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

ઘટના સમયે બસમાં લગભગ 40 લોકો સવાર હતા

મળતી માહિતી મુજબ આ મોટી દુર્ઘટના કુલ્લુ જિલ્લાના શૈનશરમાં થઈ છે. શાળાના બાળકો અને અન્ય લોકો ખાનગી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે બસમાં લગભગ 40 લોકો સવાર હતા. બસ જંગલા ગામ પાસે પહોંચી હતી, ત્યારે અચાનક જ ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો લગભગ 200 મીટર નીચે ઉંડી ખીણમાં ખાબકી હતી.

અત્યાર સુધીમાં 16 મૃતદેહો મળી આવ્યા: મિશનર આશુતોષ ગર્ગ

આ દુર્ઘટના આજે સવારે લગભગ 8.30 વાગ્યે થઈ હોવાની માહિતી મળી છે. બસ શનશરથી ઓટ જઈ રહી હતી. ડેપ્યુટી કમિશનર આશુતોષ ગર્ગે જણાવ્યું કે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 16 મૃતદેહો મળી આવ્યા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માત એટલો મોટો હતો કે બસના ફૂરચેફૂરચા ઉડી ગયા છે. જેને લઈને બસની અંદર લોકોના મૃતદેહ ફસાઈ જતાં તેમને બહાર કાઢવું મુશ્કેલ બન્યું છે

Back to top button