ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

અલ્લુ અર્જુનને બેસ્ટ અભિનેતા, આલિયા-ક્રિતિને બેસ્ટ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ

  • વેટરન અભિનેત્રી વહીદા રહેમાનને ફિલ્મોમાં તેમના યોગદાન માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ આ પ્રસંગે ઇમોશનલ થઇ ગયા હતા અને આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો આભાર માન્યો હતો

દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ તમામ વિજેતાઓને એવોર્ડ આપ્યા છે. તેમણે તમામ વિનર્સને અભિનંદન પણ પાઠવ્યા હતા. અલ્લૂ અર્જુન, આલિયા ભટ્ટ અને ક્રિતી સેનનને અનુક્રમે બેસ્ટ અભિનેતા અને અભિનેત્રીના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. જ્યારે વેટરન અભિનેત્રી વહીદા રહેમાનને ફિલ્મોમાં તેમના યોગદાન માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ફિલ્મ પુષ્પા માટે અલ્લુ અર્જૂનને સર્વશ્રેષ્ઠ અભિનેતા, ગંગુબાઈ કાઠિયાવાડી માટે આલિયા ભટ્ટ અને મિમી માટે ક્રિતિ સેનનને સંયુક્ત રીતે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. રોકેટ્રી- ધ નામ્બી ઈફેક્ટને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડની જાહેરાત આ વર્ષે ઓગસ્ટ મહિનામાં કરવામાં આવી હતી.

વહીદા રહેમાને એવોર્ડ મેળવીને શું કહ્યું?

દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળવા પર વહીદા રહેમાને કહ્યુ કે, બધાનો ખૂબ ખૂબ આભાર. આજે હું જે મંઝિલ પર ઉભી છું, તે મારી પ્રેમાળ ઇન્ડસ્ટ્રીના લીધે જ છે. મને બધાનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે. બધાએ મને સાથ આપ્યો. હું આ એવોર્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ ડિપાર્ટમેન્ટ સાથે શેર કરવા ઇચ્છુ છું. કોઇ પણ એક વ્યક્તિ ફિલ્મ પુરી ન કરી શકે. બધાને બધાની જરૂર હોય છે.

વિજેતાઓનું લિસ્ટ

બેસ્ટ એકટર : અલ્લુ અર્જુન (પુષ્પા ધ રાઇઝ)
બેસ્ટ એકટ્રેસ : આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી), કૃતિ સેનન (મિમી)
બેસ્ટ ફીચર ફિલ્મઃ રોકેટ્રી ધ નામ્બી ઈફેક્ટ (આર માધવન લીડ રોલ)
બેસ્ટ દિગ્દર્શન- નિખિલ મહાજન (ગોદાવરી-ધ હોલી વોટર)
બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસ :પલ્લવી જોશી (ધ કાશ્મીર ફાઇલ્સ)
બેસ્ટ સપોર્ટિગ એક્ટર : પંકજ ત્રિપાઠી (મિમિ)
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર- સરદાર ઉધમ સિંહ
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇનર- સરદાર ઉધમ સિંહ
બેસ્ટ સિનેમેટોગ્રાફી- સરદાર ઉધમ સિંહ
બેસ્ટ એડિટિંગ- ગંગુબાઈ કાઠિયાવાડી
બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ- ગંગુબાઈ કાઠિયાવાડી
બેસ્ટ હિન્દી ફિલ્મ- સરદાર ઉધમ સિંહ
બેસ્ટ ગુજરાતી ફિલ્મ-છેલ્લો શો
બેસ્ટ મલયાલમ ફિલ્મ- હોમ
બેસ્ટ તમિલ ફિલ્મ- Kadaisi Vivasayi
બેસ્ટ મૈથિલી ફિલ્મ- સમાંતર
બેસ્ટ તેલુગુ ફિલ્મ- Uppena
બેસ્ટ મરાઠી ફિલ્મ- Ekda Kay Zala
બેસ્ટ ચિલ્ડ્રન આર્ટિસ્ટ- ભાવિન રબારી (છેલ્લો શો)
બેસ્ટ કન્નડ ફિલ્મ- 777 ચાર્લી
સ્પેશિયલ જ્યુરી એવોર્ડ- શેરશાહ
બેસ્ટ સંગીત ડિરેક્ટર- પુષ્પા (RRR)
બેસ્ટ એક્શન ડિરેક્શન એવોર્ડ- RRR (સ્ટંટ કોરિયોગ્રાફર- કિંગ સોલોમન)
બેસ્ટ કોરિયોગ્રાફી- RRR (કોરિયોગ્રાફર- પ્રેમ રક્ષિત)
બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સ- RRR (સ્પેશિયલ ઇફેક્ટ્સ ક્રિએટર- વી શ્રીનિવાસ મોહન)
બેસ્ટ નરેશન વોઈસ ઓવર આર્ટિસ્ટ- કુલદા કુમાર ભટ્ટાચારજી
બેસ્ટ મ્યુઝિક ડિરેક્શન- ઈશાન દિવેચા
બેસ્ટ સંપાદન- અભરો બેનર્જી(If Memory Serves Me Right) નોન ફીચર ફિલ્મ

આ પણ વાંચોઃ સરકારી બંગલા મામલે રાઘવ ચઢ્ઢાને દિલ્હી હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત

Back to top button