ટ્રેન્ડિંગધર્મ

ખુલશે બંધ કિસ્મતનું તાળુઃ અપનાવો આ ફેંગશુઇ ટિપ્સ

Text To Speech
  • ઘરના મુખ્ય દ્વારને મહત્ત્વનો માનવામાં આવે છે, તેથી ગુડ લક એટ્રેક્ટ કરવા માટે ફેંગશુઇમાં બતાવેલા ઘરના મુખ્ય દ્વારની આ ટિપ્સને ફોલો કરો

ફેંગશુઇ પ્રાચીન ચીની પરંપરા છે. જેમાં વાસ્તુ શાસ્ત્રની જેમ સુખ-સમૃદ્ધિ, કરિયર અને પોઝિટીવ એનર્જી માટે કેટલાક ઉપાયો દર્શાવાયા છે. ફેંગશુઇની ટિપ્સ ખૂબ જ કારગત માનવામાં આવે છે. જો તમારા ઘરની સ્થિતિ યોગ્ય ચાલી રહી ન હોય અને ખર્ચો વધી રહ્યો હોય તો બની શકે કે ઘરમાં નેગેટિવ એનર્જી વધુ હોય. ઘરના મુખ્ય દ્વારનું ખૂબ જ મહત્ત્વ છે. તેથી ગુડ લક એટ્રેક્ટ કરવા માટે ફેંગશુઇમાં બતાવાયેલી આ ટિપ્સને ફોલો કરો.

ખુલશે બંધ કિસ્મતનું તાળુઃ અપનાવો આ ફેંગશુઇ ટિપ્સ hum dekhenge news

મેઇન ગેટની ટિપ્સ

  • ઘરના મુખ્ય દ્વાર પર ક્યારેય પણ જુતા-ચંપલ ન રાખો. જૂતા-ચંપલ હંમેશા દક્ષિણ કે પશ્વિમ દિશામાં જ ઉતારવા જોઇએ. આમ ન કરવાથી ઘરમાં નેગેટિવ એનર્જી વધે છે.
  • ફેંગશુઇ પ્રમાણે ઘરનો મેઇન ગેટ હંમેશા સાફ-સુથરો રાખો અને તેની નીચે કે આસપાસ કોઇ કચરો એકઠો ન થાય તે વાતનું ધ્યાન રાખો
  • ઘરના મેઇન ડોરની સામે જો કોઇ થાંભલો છે તો તેની પર કાચ લગાવી દેવાથી નેગેટિવ એનર્જીથી બચી શકાય છે.
  • ધ્યાન રાખો કે તમારા મેઇન ડોરમાંથી કોઇ અવાજ ન આવવો જોઇએ. અવાજ આવતો હોય તો ઓઇલિંગ કરીને તેને ઠીક કરાવી લો.
  • ઘરના મુખ્ય દ્વાર પર ક્યારેય અંધારુ ન હોવુ જોઇએ. એ વાતનું ધ્યાન રાખો કે તમારા ઘરના મુખ્ય દરવાજા પર સારી રોશની આવતી રહે.
  • ઘરના મેઇન ડોરની બાજુમાં કોઇ અન્ય દરવાજો ન હોવો જોઇએ.
  • જો તમારા મેઇન ડોરની બિલકુલ સામે કિચન હોય તો નેગેટિવ એનર્જીથી બચવા માટે ઘરના મુખ્ય દ્વાર પર ક્રિસ્ટલનો બોલ લટકાવી દો.
  • ઘરના મેઇન ડોરની આસપાસ બુકશેલ્ફલગાવવું શુભ સાબિત થઇ શકે છે, પરંતુ ધ્યાન રાખો કે તે ઘરના મેઇન ડોરની સામે ન હોય.

આ પણ વાંચોઃ પ્લાસ્ટિક મુક્ત ગામડા બનાવવા માટે કચ્છી મહિલાની ઝુંબેશ

Back to top button