SA vs NED: સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો કર્યો નિર્ણય
SA vs NED: ICC ODI વર્લ્ડ કપ 2023ની 15મી મેચ સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે આજે હિમાચલના ધર્મશાલા ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. હવામાન ખરાબ હોવાના કારણે ટોસ આજે મોડા ઉલાડવામાં આવ્યો છે. જેમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીત્યો છે, અને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો છે. નેધરલેન્ડના ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે.
સાઉથ આફ્રિકા-નેધરલેન્ડ મેચના ખેલાડીઓ:
સાઉથ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન: ક્વિન્ટન ડી કોક (ડબલ્યુ), ટેમ્બા બાવુમા (સી), રાસી વાન ડેર ડુસેન, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કાગીસો રબાડા, કેશવ મહારાજ, લુંગી એનગિડી, ગેરાલ્ડ કોએત્ઝી
નેધરલેન્ડની પ્લેઇંગ ઇલેવન: વિક્રમજીત સિંઘ, મેક્સ ઓડાઉડ, કોલિન એકરમેન, બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, સ્કોટ એડવર્ડ્સ (ડબલ્યુ/સી), સિબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, રોલોફ વાન ડેર મેરવે, લોગન વાન બીક, આર્યન દત્ત, પોલ વાન મીકરેન
કોણે કેટલી મેચ જીતી?
સાઉથ આફ્રિકા અગાઉ બે મેચ રમી ચુક્યું છે, જેમાં બન્ને મેચોમાં જીત મેળવી છે. ત્યારે ફરી આ મેચમાં સાઉથ આફ્રિકા સતત ત્રીજી મેચ જીતીને નંબર 1નો તાજ મેળવવાના પ્રયત્નો સાથે મેદાનમાં ઉત્તરશે. ત્યારે વાત કરીએ નેધરલેન્ડની તો તે તેની અગાઉની બન્ને મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે હવે તે પણ તેની પ્રથમ જીત મેળવવા માટે અથાગ પ્રયત્નો કરશે.
ધર્મશાલા મેદાનની પીચ કોને ફાયદો કરાવશે?
ધર્મશાલાના મેદાનની પિચની વાત કરીએ તો ધર્મશાલાની આ સ્ટેડિયમ પિચ ફાસ્ટ બોલરો માટે યોગ્ય માનવામાં આવે છે.
આ પણ વાંચો: વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ જીત, શ્રીલંકાની હારની હેટ્રિક