કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતનવરાત્રિ 2023

રાજકોટના કુમકુમ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ દિકરીઓને ચણીયાચોલીનું વિતરણ કરાયું

Text To Speech
  • કુમકુમ ગ્રુપ દ્વારા પ્રથમ નોરતે ચણીયાચોલીનું વિતરણ.
  • જરુરુયાતમંદ પરિવારની 42 બાળાઓને ચણીયાચોલીનું વિતરણ કર્યું.
  • સેવામાં રાજકોટ શહેરના ડીસીપી પણ રહ્યા હાજર.

રાજકોટ: રાજકોટ શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા કુમકુમ ગ્રુપ દ્વારા નવરાત્રિના પ્રથમ નોરતે જરૂરિયામંદ પરિવારની દિકરીઓને ચણીયાચોલીનું વિતરણ કરીને બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવી.

રાજકોટના કુમકુમ ગ્રુપ દ્વારા પ્રથમ નોરતે ચામુંડા ગરબી મંડળ, ભગવતીપરાની જરૂરિયાતમંદ પરિવારની 42 બાળાઓને ચણીયાચોલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આર્થિક જરૂરિયાતવાળી દિકરીઓને કુમકુમ ગ્રુપના મનોજ પટેલ દ્વારા ચણીયાચોલીનું વિતરણ કરીને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

આ કાર્યમાં રાજકોટ શહેરના ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમાર, બી ડિવિઝન પીઆઈ બારોટ સાહેબ, ચામુંડા ગરબી મંડળના સવજીભાઈ પરમાર, કુમકુમ ગ્રુપના મનોજભાઈ પટેલ, રાજુભાઈ પ્રજાપતિ, ભરતભાઈ ઈલાણી, સુરેશભાઈ લાખાણી, મીત કોટડીયા, સંજયભાઈ ગઢવી, અશોકભાઈ ભટ્ટી, અનીતાબેન ચાવડા, નયનાબેન ગોહેલ, કોમલબેન પરમાર, હર્ષદભાઈ સગર, ભારતીબેન સગર, મનસુખભાઈ વિષપરા, જયંતીભાઈ બુધેલીયા, રવિભાઈ પટેલ, મયુરભાઈ સરવૈયા વગેરેએ સેવામાં હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોવિંદભાઈ મેરીયાએ કર્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરબા આયોજકોની ચિંતા વધી, 108 એમ્બ્યુલન્સ માટે કુલ 13 ઈરજન્સી કોલ્સ આવ્યા

Back to top button