ગુજરાત

અમદાવાદમાં AMCની પ્રોપર્ટી ટેક્સની આવક જાણી રહેશો દંગ

  • AMCની કુલ આવક પૈકી 53 ટકા આવક ઓનલાઈન થઈ
  • 13 ઓક્ટોબર સુધીમાં AMCની કુલ આવક રૂ. 841.83 કરોડ
  • વ્હિકલ ટેક્સની આવક 110.89 કરોડ થઇ

અમદાવાદમાં AMCની પ્રોપર્ટી ટેક્સની આવક જાણી દંગ રહેશો. જેમાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂ. 959.26 કરોડ થઇ છે. તેમજ કુલ આવક રૂ.1,202.19 કરોડને આંબી ગઇ છે. ગત વર્ષની તુલનાએ પ્રોપર્ટી ટેક્સની આવક રૂ.360 કરોડ જેટલી વધી છે. તેમજ પ્રોફેશનલ ટેક્સની આવક 108.58 કરોડ થઇ છે.

આ પણ વાંચો: ગુજરાત: નવરાત્રિમાં ખેલૈયાઓ માટે હવામાન વિભાગ દ્વારા વરસાદ મામલે કરાઇ આગાહી

13 ઓક્ટોબર સુધીમાં AMCની કુલ આવક રૂ. 841.83 કરોડ

ઉલ્લેખનીય છે કે વ્હિકલ ટેક્સની આવક 110.89 કરોડ થઇ છે. મ્યુનિ.ની ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલથી 13 ઓક્ટોબર સુધીના સમયગાળામાં પ્રોપર્ટી ટેક્સ કુલ ટેક્સની આવક રૂ. 1,200 કરોડને વટાવીને રૂ. 1,202.19 કરોડ થઈ છે. ગત નાણાકીય વર્ષે એપ્રિલથી તા. 13 ઓક્ટોબર સુધીમાં AMCની કુલ આવક રૂ. 841.83 કરોડ થઈ હતી. ચાલુ વર્ષે આ સમયગાળામાં AMCની આવકમાં 43 ટકાનો વધારો નોંધાયો છે અને કુલ આવક રૂ. 1,202.19 કરોડ થઈ છે. ગત વર્ષે એપ્રિલથી તા. 13 ઓક્ટોબર સુધીમાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂ . 633.90 કરોડની તુલનાએ ચાલુ વર્ષે આ સમયગાળામાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂ. 959.26 કરોડ થઈ છે.

આ પણ વાંચો: અંબાજીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ લવ જેહાદ મામલે કહી મોટી વાત 

પ્રોપર્ટી ટેક્સની આવકમાં 51.33 ટકા એટલેકે રૂ. 325.36 કરોડનો વધારો થયો

પ્રોપર્ટી ટેક્સની આવકમાં 51.33 ટકા એટલેકે રૂ. 325.36 કરોડનો વધારો થયો છે. ગત વર્ષે એપ્રિલથી તા. 13 ઓક્ટોબર સુધીમાં પ્રોફેશન ટેક્સની આવક રૂ. 108.58 કરોડની તુલનાએ ચાલુ વર્ષે પ્રોફેશનલ ટેક્સની આવક રૂ. 121.23 કરોડ થઈ છે. આમ પ્રોપર્ટી ટેક્સની આવકમાં 11.65 ટકા એટલેકે રૂ. 12.65 કરોડનો વધારો થયો છે. ગત વર્ષે એપ્રિલથી તા. 13 ઓક્ટોબર સુધીમાં વ્હીકલ ટેક્સની આવક રૂ. 97.11 કરોડની તુલનાએ ચાલુ વર્ષે આ સમયગાળામાં વ્હીકલ ટેક્સની આવક રૂ. 110.89 કરોડ થઈ છે. આમ વ્હીકલ ટેક્સની આવકમાં 14.19 ટકા એટલેકે રૂ. 13.78 કરોડનો વધારો થયો છે. જ્યારે TSFની આવક રૂ.10.81 કરોડ થઈ છે.

આ પણ વાંચો: ગુજરાતની ફરી મુલાકાતે આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાણો કાર્યક્રમ 

AMCની કુલ આવક પૈકી 53 ટકા આવક ઓનલાઈન થઈ

AMCની કુલ આવક પૈકી 53 ટકા આવક ઓનલાઈન થઈ છે. રેવન્યૂ વિભાગ દ્વારા વધુમાં વધુ નાગરિકો પ્રોપર્ટી ટેક્સ સમયસર ભરી શકે અને વ્યાજ માફીનો લાભ મળી શકે તે હેતુસર ચાલુ નાણાંકીય વર્ષના પ્રારંભમાં 15 ટકાની રીબેટ સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી. જેનો સૌથી વધુ લાભ કરદાતા દ્વારા લેવામાં આવ્યો હતો.

Back to top button