- આગામી 7 દિવસ સુધી વરસાદ સંભાવના નથી
- મંગળવારથી લઈને રવિવાર સુધીમાં રાજ્યમાં ક્યાંક વરસાદ પડવાની શક્યતાઓ નથી
- તળાજા શહેરમાં પિંગળી અને લાખાવડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી ગયો
ગુજરાત રાજ્યમાં નવરાત્રિમાં ખેલૈયાઓ માટે હવામાન વિભાગ દ્વારા વરસાદ મામલે આગાહી કરાઇ છે. જેમાં નવરાત્રીના ખેલૈયાઓ માટે હવામાન વિભાગ દ્વારા આનંદભર્યા સંકેત આપવામાં આવ્યાં છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 24 કલાક દરમિયાન વરસાદી વાતાવરણની આગાહી કરવામાં આવી હતી, જે મંગળવારે સવારે 6 વાગે પૂર્ણ થશે. તેથી નવરાત્રિમાં ખેલૈયાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે.
આગામી 7 દિવસ સુધી વરસાદ સંભાવના નથી
નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન નથી. જેમાં આગામી 7 દિવસ સુધી વરસાદ સંભાવના નથી. તેમાં મંગળવારથી રવિવાર સુધી વરસાદ આવશે નહિ. તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તથા રાજ્યના કોઇ પણ ભાગમાં વરસાદ નહી પડે તેમ પણ જણાવ્યું છે. આજે ઉત્તરના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી તેમજ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. એ પછી એટલે કે, મંગળવારથી લઈને રવિવાર સુધીમાં રાજ્યમાં ક્યાંક વરસાદ પડવાની શક્યતાઓ જણાતી ન હોવાની વિગતો હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે.
તળાજા શહેરમાં પિંગળી અને લાખાવડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી ગયો
હવામાન ખાતા દ્વારા અપાયેલા સંકેતો મુજબ નવરાત્રીના હવે પછીના દિવસોમાં વરસાદની કોઈ શક્યતાઓ ન હોવાથી ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી શકશે. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં રવિવારે સાંજે ગ્રામ્ય વિસ્તારમાં તોફાની પવન અને બે સેન્ટિમીટરના કરાં સાથે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે સાત વૃક્ષો ધરાશાયી થયા હતા. ડાંગરના ઉભા પાકને નુકસાન થયું છે. તે સિવાય ભાવનગરના તળાજા શહેરમાં પિંગળી અને લાખાવડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી ગયો હતો.