રાજકોટ ભાજપ નેતાની અશ્લીલ ‘ચેટ’ વાયરલ !


- જીલ્લા ભાજપના અગ્રણી બાબુભાઈ નસીતની મહિલા સાથે અત્યંત બિભત્સ વાતચીત
- ચેટીંગ દરમિયાન પ્રાઈવેટ પાર્ટના ફોટા પણ મૂક્યા
- પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખે મહિલાની માંગણી ઓનલાઈન પૂરી કર્યાના સંવાદો
રાજકોટ જીલ્લાના ભાજપ અગ્રણી, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ તથા ભાજપે તાજેતરમાં જેને શિસ્તભંગ બદલ નોટીસ ફટકારી છે તેવા બાબુભાઈ નસીત અને અજાણી મહિલા વચ્ચે ફેસબુક કે વોટ્સએપ પર થયેલ અશ્લીલ વાતચીતનું સ્ક્રીન રેકોર્ડીંગ આજ સવારથી સોશ્યલ મીડિયા તથા ન્યુઝ ચેનલો પર બેફામ વાયરલ થતા ભાજપમાં રાજકીય ધરતીકંપ સર્જાયો હોવાની ચર્ચા છે.
મળતી માહિતી મુજબ, લોઠડા રોડ ઉપર શૈક્ષણિક સંકુલ ધરાવતા ભાજપ અગ્રણી બાબુ નસીત અને અજાણી મહિલા બંને પ્રેમાલાપમાં એટલા બધા મશગુલ થઈ જાય છે કે અત્યંત સાવચેત રહેવા છતા બંનેની વાતચીતના ત્રણ થી ચાર સ્ક્રીન વીડીયો શોટ સ્ક્રીન મેસેન્જરના માધ્યમથી લેવાય જવા છતા કહેવાતી ઉત્તેજીત અવસ્થામાં આ નેતાને ખ્યાલ રહ્યો ન હોય તેમ મનાય છે. આ ચેટ દરમિયાન ભાજપના નેતા દ્વારા મહિલાને વિડીયો કોલ પણ કરવામાં આવેલ હતો. ત્યારબાદ બંને વચ્ચે અશ્લીલ વાતોનો લાંબો દોર શરૂ થાય છે. જેમાં મહિલા દ્વારા પણ અશ્લીલતાની તમામ હદો પાર કરવામાં આવી છે તેમ જણાય છે.
ભાજપના નેતા બાબુ નસીત દ્વારા પણ મહિલાની માંગ સંતોષવા માટે પોતાના જ અશ્લીલ ફોટા ચેટમાં બે – બે વાર મૂકવામાં આવ્યા હતા. ભાજપ નેતા દ્વારા પોતે મેસેજ કર્યાની ગણતરીની સેકન્ડની અંદર જ ચેટ ડીલીટ કરી નાખવામાં આવતી હતી તેમ દેખાય છે છતાં અજાણી મહિલા એટલી બધી પાવરધી હોવાનું મનાય છે કે બે સેકન્ડની અંદર પણ તેણે સ્ક્રીન શોટ કેમેરામાં કેદ કરી લીધા હતા. જો કે સોશ્યલ મીડિયામાં થયેલ અશ્લીલ ચેટ, સ્ક્રીન રેકોર્ડીંગ કોણે કેવી રીતે વાયરલ કર્યુ તે અંગે હજુ સુધી કોઈ જાણકારી નથી. આ વિડીયો કલીપને હમ દેખેગે ન્યુઝ પુષ્ટિ પણ કરતુ નથી પરંતુ આ વિડીયો હાલમાં વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ વગેરેમાં બેફામ વાયરલ થયો છે.